અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે જ શેરબજારની શરૂઆત પણ સારી રહી. ગયા અઠવાડિયે ભારે ઉછાળો નોંધાવ્યા બાદ, આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સમાં શરૂઆતના સમયે 500થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો અને બપોરે 1 વાગ્યાની આસપાસ લગભગ 1000 પોઈન્ટનો ઉછાળો આવ્યો. તેમજ 2 વાગ્યે 1153 પોઈન્ટના ઉછાળા સાથે 78058.05 પર ટ્રેડ કરતો નજરે પડ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ખુલતાની સાથે જ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો અને પછી તેની ગતિ વધી અને તે 282 પોઈન્ટનો ઉછાળો આવ્યો. ત્યારબાદ 341 પોઈન્ટના ઉછાળા સાથે 23691.75એ ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન, રિલાયન્સ, કોટક બેંક, એનટીપીસી, પાવરગ્રીડ, આરવીએનએલ અને આઇઆરઇડીએના શેરમાં ઝડપી ગતિએ સુધારો જોવા મળ્યો.
શેરબજાર ખુલતાની સાથે જ, બીએસઇ સેન્સેક્સ તેના અગાઉના બંધ ૭૬,૯૦૫.૫૧ની સરખામણીમાં મજબૂત તેજી સાથે ૭૭,૪૫૬.૨૭ પર ખુલ્યો હતો. સેન્સેક્સની આ ગતિ જેમ જેમ કારોબાર વધતો ગયો તેમ તેમ વધતી રહી. આ ઉપરાંત, એનએસઇ નિફ્ટી ઇન્ડેક્સ 23,515.40 પર ખુલ્યો હતો. જે તેના અગાઉના બંધ 23,350.40થી ઉપર ગયો અને પછી અચાનક નિફ્ટી પણ 341 પોઈન્ટ વધ્યો હતોય
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે, આજે સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા અને નિફ્ટી-50 એક જ વારમાં 23,500ના આંકને પાર કરી ગયા. શરૂઆતના વેપારમાં, લગભગ 2175 કંપનીઓના શેર લીલા નિશાન પર ઉછાળા સાથે કારોબાર કરવા લાગ્યા, જ્યારે 472 શેર એવા હતા જે રેડ ઝોનમાં ઘટાડા સાથે ખુલ્યા, જ્યારે 178 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં. શરૂઆતના કારોબારમાં એલએન્ડટી, પાવરગ્રીડ, એનટીપીસી, ઓએનજીસી, હીરો મોટરકોર્પ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે ટાઇટન, ટ્રેન્ટ, એચડીએફસી લાઇફ અને એમએન્ડએમ ઘટ્યા હતા.
જો આપણે શેરબજારમાં સૌથી વધુ વધનારા ટોચના 10 શેરો પર નજર કરીએ તો લાર્જ-કેપ કેટેગરીમાં એનટીપીસી શેર (4.50 ટકા), કોટક બેંક શેર (4.44 ટકા) અને એક્સિસ બેંક શેર (2 ટકા), રિલાયન્સ શેર (2.10 ટકા) અને એચડીએફસી બેંક શેર (1.70 ટકા) વધુ ટ્રેડ થઈ રહ્યા હતા. તો, મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ કંપનીઓમાં, આઇજીએલ શેર (3.46 ટકા), આઇઆરઇડીએ (3.29 ટકા), આરવીએનએલ શેર (3 ટકા) વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત, સ્મોલકેપ શેરોમાં, રેલટેલ શેર 8.83 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, ઝેન્ટેક શેર 8.65 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
ગયા અઠવાડિયે બજાર સારું ચાલ્યું હતું
લાંબા સમય પછી, ગયા અઠવાડિયે ભારતીય શેરબજારમાં મજબૂત ઉપર તરફનો ટ્રેન્ડ શરૂ થયો અને તે હજુ પણ ચાલુ છે. ગયા સપ્તાહના પ્રદર્શન પર નજર કરીએ તો, બજારની તેજી વચ્ચે, એક તરફ, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 3,076.6 પોઈન્ટ એટલે કે 4.16 ટકા વધ્યો હતો, તો બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 953.2 પોઈન્ટ એટલે કે 4.25 ટકા વધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech