રિલેશનશિપમાં લોકો ઘણીવાર જાણ્યે-અજાણ્યે આવી ભૂલો કરી બેસે છે, જેનાથી તેમના અને તેમના પાર્ટનર વચ્ચે અંતર સર્જાય છે. પાર્ટનર ક્યારેક એકબીજા પર ઘણા બધા પ્રતિબંધો લાદવાનું શરૂ કરે છે. જો તમે પણ તમારા પાર્ટનરને આવા વિષયો પર અટકાવો છો તો તમારે સાવચેત રહેવું જોઈએ. તમારી આ આદતને સમયસર સુધારી લો નહીં તો તમારો સંબંધ લાંબો સમય નહીં ચાલે.
તમારે તમારા પાર્ટનરના ભૂતકાળના સંબંધોની વારંવાર ચર્ચા ન કરવી જોઈએ. જો તમે તેને તેના જૂના સંબંધો વિશે વારંવાર પૂછશો, તો તે તમારાથી ચિડાઈ જશે. તમારા પાર્ટનર સાથે તેના પાસ્ટ વિશે વધુ વાત કરવાથી તેને દુખ થઈ શકે છે. જો તમે તમારા સંબંધોને મજબૂત રાખવા માંગતા હોવ તો આવા વિષયો પર વાત કરવાનું ટાળો.
તમારો પાર્ટનર કેવા કપડાં પહેરે છે અથવા તે કેવો ખોરાક ખાય છે અથવા તેનું વ્યક્તિત્વ જેવા મુદ્દાઓ પર નિયંત્રણો મૂકવાની આદત તમારા સંબંધોને વીક બનાવી શકે છે. હા, કેટલીક બાબતોમાં સલાહ આપી શકાય પણ આવી નાની નાની બાબતો પર લડાઈ થતાં આ વસ્તુઓ બાદમાં મોટું સ્વરૂપ લઈ શકે છે. જો તમે તમારા પાર્ટનરને સ્ટ્રેસ આપવા નથી માંગતા તો તમારે આવી સમસ્યાઓ વિશે વાત કરવાનું ટાળવું જોઈએ.
જો તમારા પાર્ટનરનું વજન વધારે કે ઓછું છે, તો તમારે તેને આ બાબતે વારંવાર ટોકવા જોઈએ નહીં. તેમના વજન અંગે કોઈપણ રીતે ટિપ્પણી કરશો નહીં. તમારી આ પ્રકારની મજાક બોડી શેમિંગની શ્રેણીમાં સામેલ થશે. તેના સ્વાસ્થ્યને લાગતો પ્રશ્ન હોય તો કહેવું જરૂરી છે, પણ એ વાતનું ચોક્કસ ધ્યાન રાખો કે તમારા પાર્ટનરને તમારાથી પણ આ બાબતે શરમ અનુભવવાની ફરજ પડે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech