મહિલાઓ માટે પૂર્વ માસિક લગત સમસ્યા અંગે
" ITRA ખાતે પ્રિ-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ માટે નિ:શુલ્ક ઓ.પી.ડી.નું આયોજન "
આઇ.ટી.આર.એ. જામનગર હોસ્પિટલ ખાતે ક્રિયાશરિર વિભાગ દ્વારા પાચ દિવસિય ખાસ ઓ.પી.ડી.નું આયોજન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે જેમાં પ્રિમેન્સ્ટ્રુઅલ(પૂર્વ માસિક અવસ્થા) લગત સમસ્યાઓ માટે નિ:શુલ્ક નિદાન તથા સારવાર આપવામાં આવશે.
વર્તમાન જીવનશૈલીને કારણે વિવિધ રોગોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આ વચ્ચે પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ મહિલાઓમાં વ્યાપક પણે જોવા મળે છે. આ સમસ્યા શારિરીક-માનસિક રોગોનો સમૂહ છે જે માસિક અવસ્થાના થોડા સમય પહેલાં શરૂ થાય ચે. જેમાં મહિલાઓમાં વજન વધવું, હાથ પગમાં સોજો આવવો, થાક લાગવો, માથાનો દુ:ખાવો, ચક્કર આવવા, કબજિયાત, પેટ ફૂલવું, સ્તનમાં ભારીપણું અને દુખાવો જેવા શારિરીક લક્ષણો અને ડિપ્રેશન, જલ્દી ગુસ્સો આવવો, ભ્રમ, મૂડ સ્વિંગ્સ, ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડવી, ભૂલવાની સમસ્યા, ચિંતા, ચિડિયાપણું જેવા માનસિક લક્ષણો ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત સમસ્યાઓ અનુભવતી મહિલાઓ માટે નીચે દર્શાવેલ સમય-સ્થળે નિ:શુલ્ક ઓ.પી.ડી.નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા આઇ.ટી.આર.એ.ના નિયામકશ્રી પ્રો. વૈદ્ય અનૂપ ઠાકર દ્વારા યાદીમાં જણાવવામાં આવે છે.
આ ઓ.પી.ડી. માટેની વિગતો:
તા. 22 થી 26 એપ્રિલ ૨૦૨૪.
સ્થળ: ક્રિયાશરિર વિભાગ, ઓ.પી.ડી. બ્લોક(યુ.જી. હોસ્પિટલ),
હનુમાન ગેઇટ પોલિસ ચોકી પાસે, પંચકર્મ ભવનની બજુમાં, ધન્વંતરી મેદાન પરિસર, જામનગર.
સમય: સવારે ૯ થી ૧૨ તેમજ સાંજે ૪ થી ૫:૧૫ સુધી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech