સોશિયલ મીડિયા પર પુષ્કળ પ્રમાણમાં વિડીયો વાયરલ થતા હોય છે. એટલું જ નહીં ઘણી વિચિત્ર પ્રકારની વસ્તુઓ પણ તેમાં જોવા મળતી હોય છે. વિશ્વના કોઇ પણ ખૂણે બનેલી ઘટના ઇન્ટરનેટ દ્રારા પળવારમાં વાયરલ થતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના ફલાઇટમાં બની હતી. જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં હવાઇ સફર કરતી ફલાઇટમાં સાપ જોવા મળ્યો હતો. જેને જોયા બાદ મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર થઈ રહ્યો છે.
My worst fear: pic.twitter.com/MJPfMeSclk
— Mothership (@MothershipSG) January 16, 2024
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડિયોમાં ફ્લાઈટની અંદરનો નજારો જોઇ શકાય છે. કેટલાક મુસાફરો ફ્લાઇટમાં બેઠેલા જોવા મળે છે. જે એકદમ ડરી ગયેલા દેખાય છે. તેમના ડર પાછળનું કારણ એ છે કે ફ્લાઈટની અંદર એક સાપ જોવા મળ્યો છે. પેસેન્જર સીટની ઉપર જયાં લગેજ રેક હોય છે. ત્યાં એક સાપ જોવા મળે છે. આ જોયા બાદ ફ્લાઈટમાં બેઠેલા પેસેન્જરો એકદમ ગભરાઈ ગયા છે. એટલું જ નહીં વિડીયોમાં એમ પણ જોવા મળી રહ્યું છે કે ફ્લાઈટનો કર્મચારી સાપને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે. અને અંતે તે સફળ પણ થાય છે અને પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિક પોલીથીનનો ઉપયોગ કરીને સાપને પકડવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો ફ્લાઈટમાં જ બેઠેલા એક મુસાફરે બનાવ્યો છે. આ વિડીયો એર એશિયાની ફ્લાઈટનો હોવાનું કહેવાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @MothershipSG નામના અકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં લગભગ 80000 વખત જોવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઇ લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, 'પાસપોર્ટ વિના તમને એન્ટ્રી કેવી રીતે મળી.' જ્યારે અન્ય એક યુઝરે રમુજ કરતા લખ્યું હતું કે, 'સાપને થાઈ મસાજ જોઇતો હશે.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech