નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. બાઇકચાલકે કાબુ ગુમાવતા બસ સ્ટેન્ડ સાથે બાઇક અથડાઇ હતી. બાઈક પર ત્રણ લોકો સવાર હતા. જલાલપોરનાં કોલાસણા ગામ પાસે આ ઘટના બની છે. મૃતક ત્રણેય યુવકો મિત્રો હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ જલાલપોરના કોલાસણા ગામ પાસે આ ઘટના બની છે. બાઇક ચાલક બાઇક ચલાવી રહ્યો હતો અને અચાનક કાબૂ ગુમાવી બસ સ્ટેન્ડ સાથે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માતના કારણો શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech