ફરિયાદી નિખીલભાઇ ચંન્દ્રકાંતભાઇ વાળાએ ફરિયાદમાં બનેવી ચેતનભાઈ ભુપતભાઇ ચૌહાણ (રહે.છત્રપતિ શીવાજી ટાઉનશીપ ડી/૨૦૪),બહેનના સસરા ભુપતભાઈ ચૌહાણ,તેના કાકાજી સસરા મનોજભાઈ ચૌહાણનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
નિખિલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રાધીકા સ્કુલ ત્રંબા ખાતે શીક્ષક તરીકે નોકરી કરૂ છુ મારે ત્રણ બહેન છે. બધા બેહેનોના લગ્ન થઇ ચુકેલ છે. મારા બહેન સંધ્યાના લગ્ન ૨૦૧૯ મા ચેતનભાઈ ભુપતભાઇ ચૌહાણ સાથે થયેલ હતા અને મારા બહેન સંધ્યાબેન છેલ્લા દશેક દિવસથી રીસામણે આવેલ છે.ગઇ તા.૨૧/૦૫ રાત્રીના સવા દશેક વાગ્યે મારા બનેવી ચેતનભાઇ ચૌહાણ,સંધ્યા બહેનનાં સસરા ભુપતભાઈ ચૌહાણ તથા કાકાજી સસરા દિપકભાઈ ચૌહાણ તથા બીજા કાકાજી સસરા મનોજભાઇ ચૌહાણ એમ બધા અમારા ઘરે બહેન સંધ્યા રીસામણે આવેલ હોય જેના સમાધાનની વાતચીત કરવા માટે આવ્યા હતા અને અમારા ઘર પાસે આવેલ ખાલી પ્લોટમાં વાતચીત માટેની બેઠક રાખી હતી જેમા હું તથા મારા માતા-પિતા તથા મારા મામા દિલિપભાઇ ઝાલા તથા હર્ષદભાઈ ઝાલા તથા મારા કાકા જેન્તીભાઇ એમ બધા બેઠા હતા અને વાતચીત કરતા હતા.
તે દરમિયાન મારા બનેવી ચેતનભાઈ ચૌહાણ ઉશ્કેરાઈ જઇ મને ગાળો આપવા લાગેલ અને ધમકી આપેલ કે તને મારી નાખીશ કાલની સવાર નહીં પડવા દઉં એટલામાં મનોજભાઇ ચૌહાણ મારી પાસે આવેલ અને મને જેમ ફાવેતેમ અપશબ્દો બોલવા લાગેલ અને મારા બહેન સંધ્યાના સસરા ભુપતભાઇ ચૌહાણે પણ ધમકી આપેલ કે હુ તમો બધાને જોઇ લઇશ. આ અંગે ફરિયાદ નોંધવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech