ખંભાળિયાના ગુલાબ નગર ટેકરી વિસ્તારમાં ગતરાત્રે એક જૂનું બંધ મકાન પડવા લાગતા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર તથા નગરપાલિકા તંત્ર ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે અહીં કોઈ મોટી નુકસાની ન થયાનું કહેવાય છે.
જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં ચાર રસ્તાથી કબ્રસ્તાન તરફના માર્ગે આવેલા ગુલાબ નગર ટેકરી વિસ્તારમાં એક જૂનું અને નળિયાવાળા જર્જરીત મકાનમાં નળિયા તથા અન્ય ભાગ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક રહીશો નગરપાલિકા તથા ફાયર વિભાગને કરવામાં આવતા અને અનુલક્ષીને નગરપાલિકાના હોદ્દેદારો તેમજ ફાયર સ્ટાફના જવાનો આ સ્થળે દોડી ગયા હતા. અહીં સર્ચ કરીને જોતા આ મકાનમાં કોઈ રહેતું ન હતું. પરંતુ જર્જરીત એવા આશરે ૮૦૦ થી ૧૦૦૦ ફૂટના તદ્દન કાચા બાંધકામના કારણે કેટલોક ભાગ જમીનદોસ્ત થયો હતો. આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી.
આ બાબતને લઈને નગરપાલિકાના તત્કાલીન ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, મોહિતભાઈ મોટાણી તેમજ ફાયર સ્ટાફના ઈરશાદ મંધરા, બ્રિજરાજસિંહ સરવૈયા, સુખદેવસિંહ વાઢેર વિગેરેએ આ સ્થળે દોડી જઈ અને પરિસ્થિતિ અંગે જરૂરી માહિતી મેળવી કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application