ભારતમાં આવેલ કુદરતી સ્થળોની સુંદરતાની સરખામણી વરસાદના મોસમમાં સ્વર્ગ સાથે કરવામાં આવે છે. ભારતમાં આ સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓ આ તમામ સ્થળોએ ઘણા દિવસો વિતાવી શકે છે. આ વખતે તમારે પણ આમાંથી કોઈ એક જગ્યાને જોવા માટે જવું જ જોઈએ.
મુન્નાર- મુન્નારની સુંદરતા જોવા માટે માત્ર ભારતીયો જ નહીં વિદેશી પર્યટકો પણ ખૂબ જ ઉત્સાહિત હોય છે. કેરળમાં સ્થિત મુન્નારમાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે, પરંતુ ચોમાસામાં આ સ્થળની સુંદરતા વધી જાય છે. પર્વતોથી લઈને તળાવો, સાહસિક પ્રવૃત્તિઓથી લઈને પરંપરાગત શો સુધી, તમે મુન્નારમાં ઘણી વસ્તુઓનો અનુભવ કરી શકો છો.
શિલોંગ- મેઘાલયમાં સ્થિત શિલોંગની મુલાકાત લેવા માટે ચોમાસાની ઋતુ પરફેક્ટ સાબિત થઈ શકે છે. ચોમાસા દરમિયાન શિલોંગની સુંદરતા અનેક ગણી વધી શકે છે. શિલોંગને તળાવોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના પાણીના ધોધ પ્રવાસીઓને આકર્ષે છે.
કુર્ગ- કર્ણાટકમાં આવેલું કુર્ગ
સદાબહાર જંગલોથી ઘેરાયેલું છે. અહીં તમે લીલીછમ ટેકરીઓ, આકર્ષક શિખરો અને ખીણોની વચ્ચે શાંતિની ક્ષણો જીવી શકો છો. શહેરના ઘોંઘાટથી દૂર આ સ્થળ એકલા પ્રવાસ માટે પણ પરફેક્ટ સાબિત થઈ શકે છે. ચોમાસાની રોમેન્ટિક સિઝનમાં પણ તમે તમારા પાર્ટનર સાથે આ સ્થળની મુલાકાત લઈ શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech