એપ્રિલ અને ડિસેમ્બર, 2023 વચ્ચે જીએસટી ચોરીના 14,600થી વધુ કેસ નોંધાયા : 2,589 કેસ સાથે ગુજરાત બીજા નંબરે
આજે કેન્દ્રીય અને રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓની બેઠકમાં નકલી કંપનીઓને કાબૂમાં લેવા માટે કડક નોંધણી ધોરણો જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. અધિકારીઓ મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં બેઠક હશે. સૂત્રોએ જણાવ્યું કે ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિફંડનો દાવો કરવા માટે નકલી કંપનીઓની રચનાને રોકવા માટેના પગલાંની ચર્ચા કરવામાં આવશે. મજબૂત આર્થિક વૃદ્ધિ, સ્થાનિક વ્યવહારોમાં તેજી અને કડક ઓડિટ અને સ્ક્રુટિનીના કારણે એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ. 2.10 લાખ કરોડની વિક્રમી ટોચે પહોંચવાના દિવસોમાં આ બેઠકનું આયોજન કરાયું છે.
કેન્દ્ર અને રાજ્યના કર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓની ત્રીજી રાષ્ટ્રીય સંકલન બેઠકમાં કંપનીઓના જીએસટી નોંધણીની પ્રક્રિયા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ સિવાય નાણાંની હેરફેરને ટ્રેસ કરવા અને જીએસટી ફ્રોડના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવાના રસ્તાઓ પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. ટેક્સ અધિકારીઓ નકલી આઇટીસી મેળવતા શંકાસ્પદ ટેક્સપેયર્સ ઓળખવા માટે ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વળ્યા છે. આ ઉપરાંત, કંપની પરિસરની ભૌતિક ચકાસણી અને જીએસટી નોંધણી માટે આધાર ઓથેન્ટિકએશનના સ્વરૂપમાં મજબૂત ચકાસણીની પણ જોગવાઈ છે. આનાથી નકલી નોંધણીઓને વહેલાસર શોધવામાં મદદ મળી છે અને તેને ઘણી હદ સુધી કાબૂમાં લેવામાં આવી છે.
ગુજરાત, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં અરજીઓની નોંધણી માટે બાયોમેટ્રિક આધારિત આધાર પ્રમાણીકરણ પર એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. સરકારી ડેટા અનુસાર, એપ્રિલ અને ડિસેમ્બર, 2023 વચ્ચે કેન્દ્રીય કર સત્તાવાળાઓ દ્વારા જીએસટી ચોરીના લગભગ 14,600 કેસ નોંધાયા હતા. આવા સૌથી વધુ કેસો, 2,716, મહારાષ્ટ્રમાં નોંધાયા છે, ત્યારબાદ ગુજરાત (2,589), હરિયાણા (1,123) અને પશ્ચિમ બંગાળ (1,098) છે. આ ઉપરાંત, જીએસટી ઇન્ટેલિજન્સ અધિકારીઓએ એપ્રિલ-ડિસેમ્બર 2023માં રૂ. 18,000 કરોડના નકલી આઇટીસી કેસ શોધી કાઢ્યા છે અને 98 છેતરપિંડી કરનારાઑની ધરપકડ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech