૮૭ % માઇક્રોકેપ કંપનીઓ નફામાં, ૨૦૨૩માં, ૧૩૭ કંપનીઓ ૧૦૦ કરોડથી વધુનો નોંધાવ્યો નફો
વર્ષ ૨૦૨૩-૨૪માં નાની કંપનીઓ (સ્મોલકેપ અને માઈક્રોકેપ)એ લાર્જ અને મિડકેપની તુલનામાં વધુ વળતર આપ્યું છે. એપ્રિલ ૨૦૨૩ થી નિફ્ટી માઇક્રોકેપ ઇન્ડેક્સ ૧૦૦% વધ્યો છે, જ્યારે સેન્સેક્સ નિફ્ટી આ સમયગાળા દરમિયાન ૨૫% વધ્યો છે. એટલે કે નાની કંપનીઓએ મોટી કંપનીઓ કરતાં ૪ ગણું વધુ વળતર આપ્યું છે. પરંતુ રોકાણ સલાહકારો અને નિષ્ણાતો હવે નાના અને માઇક્રોકેપ શેરોમાં સાવચેતીપૂર્વક રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે, કારણ કે તેમના મૂલ્યાંકનમાં નોંધપાત્ર વધારો થયો છે.
કંપનીઓનો એમકેપ રૂ. ૧,૦૦૦ કરોડથી રૂ. ૧૧,૦૦૦ કરોડનો છે. પેની સ્ટોક્સ એવા છે કે જેની કિંમતો ખૂબ ઓછી હોય છે અને તેમની લીક્વીડીટી ઓછી હોય છે. માઇક્રોકેપ કંપનીઓનો નફો સતત વધી રહ્યો છે અને માત્ર ૧૨.૮% કંપનીઓ ખોટમાં છે. ખોટ કરતી માઇક્રોકેપ કંપનીઓની સંખ્યા સતત ઘટી રહી છે.
નાના કેપ ફંડ્સમાં ઇક્વિટી ફંડમાં ૧ વર્ષમાં ૬૨.૬%, ૩ વર્ષમાં ૩૯.૮% અને ૧૦ વર્ષમાં ૨૫.૯%નું રીટર્ન મળ્યું છે. જયારે મિડકેપ ફંડ્સમાં ૧ વર્ષમાં ૫૬.૪%, ૩ વર્ષમાં ૩૨.૯% અને ૧૦ વર્ષમાં ૨૩.૭%નું રીટર્ન મળ્યું છે. લાર્જકેપ ફંડ્સમાં ૧ વર્ષમાં ૨૭.૮%, ૩ વર્ષમાં ૨૫.૨% અને ૧૦ વર્ષમાં ૧૫.૪%નું રીટર્ન મળ્યું છે. ફ્લેક્સીકેપમાં ૧ વર્ષમાં ૩૧.૪%, ૩ વર્ષમાં ૨૬.૫% અને ૧૦ વર્ષમાં ૧૭.૧%નું રીટર્ન મળ્યું છે.
૮૭ % માઇક્રોકેપ કંપનીઓ નફામાં છે. ૨૦૨૧ માં, ૮૬ કંપનીઓ રૂ. ૧૦૦ કરોડથી વધુના નફામાં હતી, જ્યારે ૧૧૨ કંપનીઓએ રૂ. ૧૦૦ કરોડ સુધીનો નફો કર્યો હતો અને ૫૨ને ખોટ થઇ હતી. ૨૦૨૨માં ૧૩૮ કંપનીઓને રૂ. ૧૦૦ કરોડથી વધુનો નફો થયો હતો, જ્યારે ૭૮ કંપનીઓએ રૂ. ૧૦૦ કરોડ સુધીનો નફો કર્યો હતો અને ૩૪ને ખોટ પડી હતી. ૨૦૨૩માં, ૧૩૭ કંપનીઓ રૂ. ૧૦૦ કરોડથી વધુના નફામાં હતી, જ્યારે ૮૧ કંપનીઓએ રૂ. ૧૦૦ કરોડ સુધીનો નફો કર્યો હતો અને ૩૨ને ખોટ થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech