બાળકો હોય કે મોટેરા સૌ કોઇ નવા વર્ષને ઉજવવા માટે થનગનતા હોય છે. જો કે નવા વર્ષની સૌ કોઇ તેમની ઇચ્છા અનુસાર ઉજવણી કરતું હોય છે. ત્યારે ખાસ કરીને બાળકોની વાત કરવામાં આવે તો નવા વર્ષની શરૂઆતથી જ બાળકના ઉત્સાહને જાળવી રાખી અને તે કઇ નવું અને સારું શીખે તે બાબત કેન્દ્ર સ્થાને રાખી બાળકને નવા વર્ષ નિમિતે ખાસ ભેટ આપવી જોઇએ. ભેટ આપવાથી ખુશી બમણી થાય છે. આથી, નવા વર્ષની શરૂઆતમાં બાળકોને ખાસ ભેટ આપવી જોઇએ કે જે તેમને આવનારા સમયમાં ઉપયોગી થાય. તો ચાલો જાણીએ કે નવા વર્ષ નિમિતે બાળકોને શું આકર્ષક અને રચનાત્મક ભેટ આપી શકાય.
પુસ્તકો
જો બાળકોને તેમની ઉંમર ધ્યાનમાં રાખી પુસ્તકો ભેટમાં આપવામાં આવે તો તેમના માટે આનાથી વધુ સારું બીજું કંઈ હોઈ જ શકે નહીં. જરૂરી નથી કે બાળકોને હરહંમેશ અભ્યાસ સંબંધિત પુસ્તકોનો વાંચવા માટે આપો અથવા તો એ જ પુસ્તકો બાળકો વાંચે તેવો આગ્રહ રાખો. તમારા બાળકની રસ-રૂચિને ધ્યાનમાં રાખી કૉમિક બુક્સ, સ્ટોરી બુક્સ અથવા તો તેમની પસંદગીની બુક્સ પણ ગિફ્ટ કરી શકો છો. જેથી તેમની વાંચન સમક્ષતામાં સુધારો આવશે. તેઓ નવું જાણી અને સમજી શકશે. વાંચન માનવીને સારી સમજ આપે છે ત્યારે સારા પુસ્તકની ભેટ આપના બાળકને ઘણું સારું જ્ઞાન આપશે.
આર્ટ એન્ડ ક્રાફ્ટ કીટ
અભ્યાસની સાથે-સાથે બાળકોને સર્જનાત્મકતા પ્રદાન કરવી ખૂબ જ આવશ્યક છે. આવી સ્થિતિમાં, તમે તેમને આર્ટ અને ક્રાફ્ટ કીટ આપી શકો છો. જેમાં તમે બાળકને તેની ઉંમર અનુસાર ડાઇ ક્રાફ્ટ કીટ અને પેઇન્ટિંગ રંગો જેવી વસ્તુઓ ગિફ્ટ કરી શકો છો. જો બાળક પહેલેથી જ આ કળામાં રસ ધરાવતું હોય તો આ પ્રકારની ગિફટ તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે.
સંગીત વાદ્ય
જો તમારું બાળક સંગીતમાં રસ ધરાવતું હોય તો તમે તમારા બાળકની ઉંમર પ્રમાણે તેને સંગીતનું સાધન આપી શકો છો. આમાં તમે તેમને મ્યુઝિક કીબોર્ડ અથવા રિધમ ઇન્સ્ટ્રુમેન્ટ ગિફ્ટ કરી શકો છો.
આઉટડોર પ્રવૃત્તિલક્ષી ભેટ
આજકાલ બાળકો તેમનો મોટાભાગનો સમય મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં વિતાવે છે. જે બિલકુલ પણ ઉચિત નથી. આ સ્થિતિમાં, તમારા બાળકને આઉટડોર પ્રવૃત્તિઓ અને રમતો રમવા માટે પ્રોત્સાહિત કરવું જોઇએ. આ માટે તમે તેને બેટબોલ, ગાર્ડન કીટ, બેડમિન્ટન જેવી વસ્તુઓ ભેટમાં આપી શકાય છે.
સાયન્સ અને નેચર કીટ
જો તમે તમારા બાળકને કઇક નવું શીખવવા ઇચ્છતા હોવ તો તમારે સાયન્સના અવનવા પ્રયોગ થઇ શકે તે કીટ આપવી જોઇએ અથવા તો નેચર એક્સપ્લોરેશન કીટ કે ટેલિસ્કોપ જેવી વસ્તુઓ ભેટમાં આપવી જોઇએ. વિજ્ઞાન, પ્રકૃતિ કે કઇક અવનવું કરવાની ઇચ્છા કે જાણવાની જિજ્ઞાશા ધરાવતા બાળકો માટે આ પ્રકારે ભેટ યોગ્ય વિકલ્પ બની રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech