પાટણ, પાલનપુર અને અંબાજીમાં ૪.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકા: કેન્દ્ર બિંદુ પાટણથી ૧૩ કિ.મી. દૂર

  • November 16, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતનો ૩૨% વિસ્તાર ભૂકપં ધ્ષ્ટ્રિએ વેરી હાઈ થી હાઈ રિસ્ક ઝોન માં આવે છે.ભુકપં માટે  ગુજરાતને પાંચ ઝોન  વિભાજીત કરવામા આવયુ છે. કચ્છ જિલ્લ ો સૌથી વધુ જોખમી એવા ઝોન પાંચમાં આવે છે જામનગર રાજકોટ પાટણ બનાસકાંઠા ઝોન ચારમાં સમાવેશ થયો છે સૌથી ઓછા રિસ્ક વાળા વિસ્તાર ઝોન ૩માં દાહોદ નો સમાવેશ થાય છે છેલ્લ ા એક વર્ષ ના સમયગાળા દરમિયાન રાયમાં ભૂકંપના નાના મોટા ૧૨ આંચકા અનુભવાયા છે. ગઈકાલે રાત્રે ઉત્તર ગુજરાતમાં ધરતી ઉઠતા લોકો બહાર દોડી આવ્યા હતા. પાટણ, પાલનપુર અને અંબાજીમાં ભૂકંપના આંચકા આવ્યા હતા અને તેનું એપી સેન્ટર પાટણથી ૧૩ કિલોમીટર દૂર હોાનું જણાવાયું છે.
વર્ષ ૨૦૨૪ ના ઓકટોબર માસમાં સાત વખત રાયની ધરા ધ્રુજી હતી રાયમાં છેલ્લ ા ૧૧ મહિનામાં ૨.૫ થી ૪.૧ ની તીવ્રતા વાળા ૧૨ આંચકા અનુભવાયા હતા ગઈકાલે મોડી રાત્રે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી એક વાર ધરતી ધ્રુજી હતી. મોડી રાતે આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કાલે રાત્રે લગભગ ૧૦.૨૦ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા લગભગ ૧૦ સેકન્ડ સુધી અનુભવાયા હતાં.
મોડી રાત્રે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર્રના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા અફરાતફરી મચી જવા પામી હતી. મોટા ભાગના લોકો સાંજે જમીને પથારીમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ઉત્તર ગુજરાતની સાથે સાથે અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શુક્રવારે રાત્રે લગભગ ૧૦.૨૦ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં અમદાવાદના નવા વાડજ, પાલનપુર, પાટણ, અંબાજી સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા ૪.૨ની હતી. હાલમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણ નજીક હોવાનું સામે આવ્યું છે.

રાજયમાં છેલ્લ ા પાંચ વર્ષ દરમિયાન વર્ષ ૨૦૨૩ માં ૫, વર્ષ ૨૦૨૨ માં ૧ ,૨૦૨૧ માં ૭, ૨૦૨૦ માં ૧૧ ભૂકંપના આંચકા ચારથી વધુની તીવ્રતા વાળા આવ્યા છે જો કે પાંચ પોઈન્ટ કે છ પોઇન્ટની તીવ્રતા હોય તો જ ભૂકંપથી નુકસાન થતું હોય છે બાકીના તેનાથી ઓછી તીવ્રતા વાળા ભૂકંપના આંચકાથી કોઈ પણ પ્રકારના જાનમાલની નુકસાની થતી નથી.
રાયમાં કચ્છ જિલ્લ ામાં સૌથી વધુ ભૂકંપની શકયતા જોવાય છે ત્યાં છ થી આઠ ની તીવ્રતા ભૂકંપના આપવાની શકયતા રહે છે કચ્છમાં એક થી ત્રણ ની તીવ્રતા વાળા આજકા લગભગ દરરોજ સિસ્મોગ્રાફિકમાં નોંધાતા હોય છે કચ્છની બેન લેન્ડની ફોલ્ટ લાઇન ભૂકંપની સૌથી વધુ સક્રિય લાઇન છે જેના કારણે કચ્છમાં વર્ષ ૨૦૦૧માં ૭.૭ ની તીવ્રતા નું વિનાશક ભૂકપં આવ્યો હતો. કચ્છમાં ચાર ફોલ્ટ લાઇન સક્રિય છે જેમાં કચ્છની મેનલાઈન સાઉથ વાગડ ફોલ્ટ લાઈન,

અલ્હાબાદ બધં અને કત્રરોલ ફોલ્ટ લાઇન મુખ્ય છે.જેના કારણે મહિનામાં અનેક વખત નાના નાના ભૂકપં ના આંચકા કચ્છ વિસ્તારમાં અનુભવાય છે. કચ્છ જિલ્લ ાને ઝોન પાંચમાં મૂકવામાં આવ્યો છે આ ઉપરાંત જામનગર રાજકોટ પાટણ બનાસકાંઠા  ઝોન ૪માં આવે છે ગુજરાતનું ૩૨% વિસ્તાર ભૂકપં ધ્ષ્ટ્રિએ વેરીહાઇ ટુ હાઈ  રિસ્ક ઝોનમા આવે છે દાહોદ  ઓછી સંભાવના વાળા  ઝોન ૩ મા મૂકવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર્રમાં ગીર પંથકમાં ૧૧ કિલોમીટર નો પટ્ટો એક ભૂકંપની ફોલ્ટ લાઈન છે દક્ષિણમાં નર્મદા ડેમની પાસેથી એક ફટ લાઈન પસાર થાય છે જોકે આ ફોલ્ટ લાઇન સક્રિય નથી પરંતુ ભવિષ્યમાં સક્રિય થવાની સંભાવના રહેલી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application