દોશી હોસ્પિટલની સામે નોબલ શેરીમાં રહેતા બાંધકામના ધંધાર્થી કેતનભાઇ પ્રવિણભાઇ ખેલીયા(ઉ.વ ૪૮) દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૨૦/૨/૨૦૨૫ ના તે પોતાની કામની જગ્યાએ હતા ત્યારે તેમના મોબાઇલ નંબર પર અજાણ્યા નંબરથી વોટસએપમાં કસ્ટમર કેર સપોર્ટવાળી લીંક આવી હતી. પરંતુ વેપારીએ આ લીંક ઓપન કરી ન હતી.જેથી થોડીવાર બાદ આ નંબર પરથી કોલ આવ્યો હતો અને કોલ કરનારે પોતાની ઓળખ આઇસીઆઇસીઆઇ બેંકના કર્મી તરીકે આપી હતી.તેણે કહ્યું હતું કે, તમારે કેવાયસી અપડેટ કરવું પડશે નહીંતર તમારૂ ખાતું બંધ થઇ જશે. જે અપડેટ કરવા માટે વોટસએપ લીંક મોકલી હતી.જે લીંક ઓપન કરતા આઇસીઆઇસીઆઇ બેંકના લોગાવાળુ પેજ ઓપન થયું હતું જેથી વેપારીને આ શખસ પર વિશ્ર્વાસ આવી ગયો હતો.
બાદમાં આ શખસે ફરિયાદીને તેના આધાર કાર્ડ નંબર જણાવતા વાત કરનાર શખ્સ બેંકનો કર્મચારી હોવાનો જ ફરિયાદીને વિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ તેણે ડેબિટ કાર્ડ નંબર નાખવાનું કહેતા ફરિયાદીએ તેમના ડેબિટ કાર્ડ નંબર મોકલાવેલી આ લિંકમાં નાખ્યા હતા. ત્યારબાદ ઓટીપી આવેલ જે બાબતે આ શખસે કહ્યું હતું કે, કેવાયસી અપડેટ કરવા વેરિફિકેશન કરવા માટે ઓટીપી આપો જેથી ફરિયાદીએ ઓટીપી આપ્યો હતો. ત્યારબાદ ઓટીપી ખોટો છે ફરીવાર પ્રોસેસ કરું છું ઓટીપી આવશે તે આપવાનું કહેતા વેપારીએ ફરી ઓટીપી આપ્યો હતો.બાદમાં આ રીતે પાંચ વખત ઓટીપી શેર કર્યો હતો ત્યારબાદ આ શખસે તમારું કેવાયસી અપડેટ થઈ જશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.
તારીખ 24/ 2 ના ફરિયાદીએ મોબાઇલ બેન્કિંગ એપ મારફત પોતાનું એકાઉન્ટ ચેક કરતા તેમાં બેલેન્સ જોવા મળી ન હતી જેથી બેન્ક કર્મચારીને ફોન કરી પૂછતા રૂબરૂ આવવાનું કહ્યું હતું. ત્યારબાદ તેઓ અહીં રૂબરૂ જઈ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, તારીખ 25/2 ના તેમના બેન્ક એકાઉન્ટમાંથી અલગ અલગ પાંચ ટ્રાન્જેક્શન થયા હતા. જે પાંચ ટ્રાન્જેક્શન થકી રૂપિયા 5,62,874 ઉપાડી લેવામાં આવ્યા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી બેન્ક કર્મચારી તરીકે ઓળખ આપી કેવાયસી અપડેટના બહાને રૂપિયા ઉપાડી લીધા હોવા અંગે પ્રથમ સાઇબર ક્રાઇમ પોલીસમાં અરજી કર્યા બાદ તેમણે ફરિયાદ કરતા હેડ કોન્સ્ટેબલ દિપક પંડિત ગુનો દાખલ કર્યો હતો. બનાવ અંગે વધુ તપાસ પીઆઇ એસ.ડી. ગીલવા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMSIP કે સુકન્યા સમૃદ્ધિ યોજના, બાળકના સારા ભવિષ્ય માટે ક્યાં કરશો રોકાણ; જુઓ પૂરી ગણતરી
April 17, 2025 07:44 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech