@aajkaldigitalteamભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે 400થી વધુ બેઠકો મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. ભાજપ હાઈકમાન્ડે કાર્યકરો અને રાજ્ય એકમોને 400થી વધુ લોકસભા બેઠકો પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવાનો સંદેશ આપ્યો છે. પાર્ટીએ આ માટે રાજ્યવાર રણનીતિ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. ભાજપની રણનીતિના કેન્દ્રમાં ઉત્તર પ્રદેશ એ સૌથી મહત્વપૂર્ણ રાજય છે. લોકસભાની સૌથી વધુ બેઠકો ઉત્તર પ્રદેશ ધરાવે છે. ઉત્તર પ્રદેશ પર વિજયરથ ફરી વળે તો લોકસભામાં બહુમત હાંસલ કરવી આસાન બની જાય છે. ત્યારે આ વખતે પાર્ટીનો પ્રયાસ છે કે તે 70 સાંસદો જીતીને સંસદમાં પહોંચવાનો પ્રયાસ કરે.
જોકે ભાજપે હજુ સુધી આ વાત સપષ્ટ રીતે કહી નથી. પરંતુ પરોક્ષ રીતે એ ધ્યાને આવે છે કે, પાર્ટી તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડવા માંગે છે કે જ્યારે 1984ની ચૂંટણીમાં કોંગ્રેસને 404 લોકસભા બેઠકો મળી હતી.
આપને જણાવી દઇએ કે, 1984ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની 404 સીટોમાં ઉત્તર પ્રદેશનો મહત્વનો ફાળો હતો. જો ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીના રેકોર્ડને બ્રેક કરવા ઇચ્છે છે તો તેણે યુપીમાંથી મોટી સંખ્યામાં સીટો જીતવી પડશે. 1984માં સંયુક્ત ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 85 બેઠકો હતી. જો કે, વર્ષ 2000માં ઉત્તરાખંડ અલગ થયા બાદ રાજ્યમાં હાલમાં 80 સીટો છે. વર્ષ 1984માં કુલ 85 બેઠકોમાંથી 67 સામાન્ય અને 18 બેઠકો અનુ.જાતિ માટે અનામત હતી. તે ચૂંટણીમાં મહિલા અને પુરૂષો સહિત કુલ 6 કરોડ 23 લાખ 35 હજાર 43 નાગરિકોએ મતદાન કર્યું હતું. એટલે કે કુલ 55.81% મતદાન થયું હતું. આ ચૂંટણીમાં બે બેઠકો લોકદળ અને 83 બેઠકો કોંગ્રેસે જીતી હતી. ત્યારે કોંગ્રેસને કુલ મતોના 51.03 ટકા મત મળ્યા હતા.
આ સમયે કોંગ્રેસને દેશભરમાંથી 49.10 ટકા વોટ મળ્યા હતા અને 82.28 ટકા સીટો જીતી હતી. 1984ની ચૂંટણીમાં કોંગ્રેસે 491 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તે જ સમયે, 0.41 ટકા સીટો પર તેમની ડિપોઝિટ પણ જપ્ત થઇ હતી.
યુપીમાં 2014ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો પહેલીવાર પૂર્ણ બહુમતી મેળવનાર ભારતીય જનતા પાર્ટીને યુપીમાં 80માંથી 71 બેઠકો મળી હતી. તે સમયે રાજ્યમાં ભાજપની વોટ ટકાવારી 42.63 ટકા હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના યુપી ગ્રાફમાં ઘટાડો જોવા મળ્યો હતો અને પાર્ટીને માત્ર 62 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપને 49.56 ટકા વોટ મળ્યા હતા. ત્યારે મિશન 400 સાથે ભાજપની નજર યુપીના ગઢ પર છે. જો ઉત્તર પ્રદેશ પર વિજયરથ ફરી વળે તો સંસદ ભવન માટેનો માર્ગ પણ મોકળો બની જશે અને શકય છે કે રાજીવ ગાંધીનો રેકોર્ડ પણ બ્રેક થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech