ઉત્તરપ્રદેશમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ વચ્ચે બેઠકો અંગે સમજૂતી થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઠબંધનમાં આરએલડી 7 થી 8 સીટો પર ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમી યુપીની મોટાભાગની સીટો પર આરએલડી સાથે સમજૂતી થઈ ગઈ છે. સપા આરએલડીના સૂત્રોને ટાંકીને મોટા સમાચાર એ છે કે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને આરએલડી પ્રમુખ જયંત ચૌધરી વચ્ચે વાતચીત બાદ સમજૂતી થઈ છે. ત્યારે મહત્વનું છે કે આવતીકાલ સુધીમાં આ ગઠબંધન દ્રારા સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
બીજી મહત્વની વાત એ છે કે સપાએ હજુ કોંગ્રેસ સાથે બેઠકો નક્કી કરી નથી. સપા અને કોંગ્રેસ વચ્ચે સીટોની અંતિમ વહેંચણી હજુ સુધી થઇ નથી. મળતી માહિતી મુજબ, 2024ની લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ વચ્ચે સમજૂતી થઈ છે. સમાજવાદી પાર્ટીએ રાષ્ટ્રીય લોકદળ માટે 7 લોકસભા સીટો છોડી દીધી છે. રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય પ્રવક્તા અનિલ દુબેએ પુષ્ટિ કરતા કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ ચૌધરી જયંત સિંહની મુલાકાત બાદ આ પ્રકારે સમજૂતી થઇ છે.
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સપાએ આરએલડી માટે કઈ બેઠકો છોડી છે. અગાઉ, સપા નેતા અખિલેશ યાદવ અને આરએલડી નેતા જયંત ચૌધરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. એક તરફ અખિલેશ યાદવે લખ્યું કે રાષ્ટ્રીય લોકદળ અને સપાના ગઠબંધન પર સૌને અભિનંદન! ચાલો આપણે બધા વિજય માટે એક થઈએ! અખિલેશની પોસ્ટનો જવાબ આપતા આરએલડી નેતાએ લખ્યું, રાષ્ટ્રીય અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે હંમેશા તૈયાર, અમારા ગઠબંધનના તમામ કાર્યકર્તાઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમના વિસ્તારના વિકાસ અને ખુશહાલી માટે કમદથી કદમ મિલાવી આગળ વધે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં કાલથી ચાર દિવસીય યોગ શિબિર
May 20, 2025 11:37 AMઅખંડ ભારતના વીર સપૂત પંડિત નથુરામ ગોડસેજીના જન્મદિવસે હિંદુ સેનાએ લીધા સંકલ્પ
May 20, 2025 11:29 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech