ભાજપની લાલ આંખ, ખેડા જિલ્લામાં પાલિકા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભાજપના 33 સભ્યોને સસ્પેન્ડ કર્યા, જુઓ લિસ્ટ

  • February 10, 2025 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હાલ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા વિરુદ્ધ ભાજપે કડક કાર્યવાહી શરૂ કરી છે. ખેડા જિલ્લા ભાજપ-પ્રમુખે એકસાથે 33 સભ્યને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પાલિકા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવા બદલ આ કાર્યવાહી હાથ ધરાઈ છે. તો ચાણસ્મામાં શહેર ભાજપ ઉપપ્રમુખને પણ સસ્પેન્ડ કરાયા છે. આ પહેલાં દાહોદ અને વડોદરા જિલ્લામાં પણ ભાજપે કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા.


પક્ષના મેન્ડેટ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવતાં કાર્યવાહી
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા ભાજપ-પ્રમુખે પક્ષવિરોધી પ્રવૃત્તિઓ બદલ 33 સક્રિય સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી ખેડા, મહેમદાવાદ, ચકલાસી, મહુધા અને ડાકોર પાલિકા તેમજ કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ સભ્યોએ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.


સસ્પેન્ડ થયેલા સભ્યોમાં મહુધાના મહેશ પટેલ, રુચિર પટેલ સહિત અન્ય, ખેડા શહેરના ભૂપેન્દ્રસિંહ ગોહિલ, કમલેશ વાઘેલા અને બિપિનભાઈ ખલાસી, ચકલાસી શહેરના જયેશભાઈ વાઘેલા સહિત અન્ય તેમજ મહેમદાવાદના હેતલભાઈ મહેતા, હર્ષિદાબેન ભાવસાર સહિતનાં સભ્યોનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યોને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને સક્રિય સભ્યપદેથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યાં છે.


શિસ્તભંગના પગલા સ્વરૂપે પુરષોત્તમ પટેલ સસ્પેન્ડ
બીજી તરફ, ચાણસ્મા શહેર ભાજપમાં શિસ્તભંગના પગલા સ્વરૂપે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ મોવડીમંડળની સૂચના અનુસાર, ચાણસ્મા શહેર ભાજપના ઉપપ્રમુખ પુરુષોત્તમ પટેલને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application