લોકસભા ચૂંટણી 2024 માટે મત ગણતરી ચાલુ છે. પંજાબમાં પણ 1 જૂન, 2024ના રોજ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં તમામ 13 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. હવે આ બેઠકો માટે મત ગણતરીના આંકડા બહાર આવવા લાગ્યા છે. જો કે, સૌથી આશ્ચર્યજનક વલણ પંજાબની ખડુર સાહિબ લોકસભા બેઠક પરથી સામે આવી રહ્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડમાંથી મળેલી માહિતી મુજબ અમૃતપાલ સિંહ અહીં મોટા માર્જિનથી આગળ છે.
ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં બંધ અમૃતપાલ સિંહ ખડુર સાહિબ લોકસભા સીટથી મોટા માર્જિનથી આગળ છે. હાલના આંકડા મુજબ અમૃતપાલને 1,18,184 વોટ મળ્યા છે. બીજા સ્થાને કોંગ્રેસના કુલબીર સિંહ ઝીરાને 65076 મત મળ્યા, ત્રીજા સ્થાને AAPના લાલજીત સિંહ ભુલ્લરને 59869 મત મળ્યા. જ્યારે અકાલી દળના વીરસા સિંહને 26808 વોટ અને બીજેપીના મનજીત સિંહ માનાને 21723 વોટ મળ્યા હતા.
2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ, અકાલી દળ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુકાબલો હતો. ભાજપ સાથીદારની ભૂમિકામાં હતો. પંજાબમાં કોંગ્રેસે 13માંથી 8 બેઠકો જીતી હતી. 2019ની ચૂંટણીમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનને ચાર બેઠકો મળી હતી. ભાજપે બે બેઠકો જીતી હતી, જેમાં સની દેઓલ ગુરદાસપુરથી સાંસદ બન્યા હતા, જ્યારે સોમ પ્રકાશ હોશિયારપુરથી જીત્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech