મહિલાએ સરોગેસી અધિનિયમની કલમ ૨ (એસ)ને પડકાર કરતા કોર્ટમાં કરી અરજી ; સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટકોર
એક ૪૪ વર્ષીય અપરણિત મહિલાએ સુપ્રીમ કોર્ટમાં સરોગેસીની મદદથી માતા બનવાની પરવાનગી માંગી છે, આ કેસની સુનાવણી કરતા કોર્ટે દેશમાં લગ્નની સંસ્થાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમે કહ્યું કે વિવાહ સંસ્થાને બચાવવી અને સંરક્ષિત કરવી જોઈએ, જ્યાં લગ્ન પહેલા બાળકનો જન્મ થવો સામાન્ય વાત એવા પશ્ચિમી દેશોની રાહ પર ભારતને ન જવા દેવાય. જસ્ટિસ બી વી નાગરત્ના અને ઓગસ્ટીન જોર્જ મસીહની પીઠે કહ્યું કે એક અવિવાહિત મહિલા બાળકને જન્મ આપી રહી છે. આ ભારતીય સમાજમાં વિવાહના નિયમમાં નથી પરંતુ અપવાદ છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે દેશોમાં વિવાહ સંસ્થા ખતરામાં તો નથી?
કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ બી વી નાગરત્નાએ કહ્યું, "આપના દેશમાં લગ્ન બાદ માતા બનવું એક આદર્શ છે. વિવાહ વગર માતા બનવું કોઈ આદર્શ નથી. અમે તેને લઈને ચિંતિત છીએ. અમે બાળકોના હિતને જોતા આ વાત કરી રહ્યા છીએ. શું દેશમાં લગ્ન જેવું કંઈ રહેવું જોઈએ કે નહીં? અમે પશ્ચિમી દેશોની જેમ નથી. લગ્નમાં વિશ્વાસ રહેવો જોઈએ. તમે અમને રૂઢિવાદી કહી શકો છો અને અમે તેને સ્વીકાર કરીએ છીએ."
આ અરજી કરનાર મહિલા એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. તેમણે સરોગેસી અધિનિયમની કલમ ૨(એસ)ને પડકાર આપતા કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ કલમ એક અપરણિત ભારતીય મહિલાના માટે છે જે વિધવા કે ડિવોર્સી હોય. જો તેની ઉંમર ૩૫થી ૪૫ વર્ષ વચ્ચે હોય તો તેણી માતા બનવા માટે સરોગેસીની મદદ લઇ શકે છે. મતલબ કે એકલી અપરણિત મહિલાઓને સરોગેસી દ્વારા માતા બનવાની મંજૂરી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech