કોંગ્રેસ પાર્ટીની 'ભારત જોડો ન્યાય યાત્રા' હાલ આસામમાં ચાલી રહી છે. આ યાત્રાને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. સોમવારે રાજ્યના સુનીતપુર જિલ્લાના જુમુગુરિહાટમાં કેટલાક લોકોએ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશની કાર પર હુમલો કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે હુમલાખોરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા.
આ હુમલાનો વિડિયો શેર કરતા જયરામ રમેશે કહ્યું કે સુનીતપુરના જુમુગુરિહાટમાં ભાજપના એક ટોળાએ મારા વાહન પર હુમલો કર્યો હતો. તેઓએ વિન્ડશિલ્ડ પરના ભારત જોડો ન્યાય યાત્રાના સ્ટિકર પણ ફાડી નાખ્યા હતા. તેઓએ પાણીનો મારો ચલાવ્યો અને સૂત્રોચ્ચાર કર્યા. પરંતુ અમે અમારું સંયમ જાળવી રાખ્યું અને ઝડપથી આગળ વધ્યા. તેમણે આરોપ લગાવ્યો કે આ હુમલો રાજ્યના સીએમ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ અમે તેનાથી ડરવાના નથી, અમે લડતા રહીશું.
કોંગ્રેસ પાર્ટીની સંચાર સમિતિના સભ્ય મહિમા સિંહે કહ્યું કે આ હુમલા બાદ અમે પોલીસને જાણ કરી હતી. જયરામ રમેશ ઉપરાંત હુમલાખોરોએ કેટલાક મીડિયાકર્મીઓ સાથે પણ ઝપાઝપી કરી હતી. હુમલાખોરોએ વાહન પરના સ્ટીકર ફાડી નાખ્યા હતા અને તેના પર ભાજપનો ઝંડો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે કારનો પાછળનો કાચ લગભગ તૂટી ગયો હતો.
કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે યાત્રાને કવર કરી રહેલા વ્લોગરનો કેમેરા, બેજ અને અન્ય સાધનો છીનવી લેવામાં આવ્યા હતા. પાર્ટીની સોશિયલ મીડિયા ટીમના સભ્યો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો અને મીડિયાકર્મીઓ તેને જોવા માટે કારમાંથી નીચે ઉતર્યા હતા. જે બાદ ટોળાએ હુમલો કર્યો હતો. તે સમયે પરિસ્થિતિ ખૂબ જ ડરામણી બની ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનંતભાઈ અંબાણીનો કાફલો સતત નવ દિવસથી દ્વારકા સુધી પગપાળા યાત્રા
April 05, 2025 01:36 PMજીરાગઢની નદીમાં ચાર યુવાનો ડુબ્યા: બે ના મોત: બે નો બચાવ
April 05, 2025 12:55 PMજામનગરમાંથી ૫૦૦ કિલો ઘાસનો વધુ જથ્થો જપ્ત
April 05, 2025 12:45 PMબેટ-દ્વારકા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ
April 05, 2025 12:41 PMકાલે રામનવમી: દ્વારકાધીશ મંદિરે વિશેષ આયોજન
April 05, 2025 12:38 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech