બિઝનેસ વુમન અને મુકેશ-નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી આ વર્ષે મેટ ગાલા 2024નો ભાગ બની છે. આ રેડ કાર્પેટ શોમાં ઈશા અંબાણીની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી હતી. ઈશા અંબાણી આ વર્ષની થીમ અને ડ્રેસ કોડ પ્રમાણે પોશાક પહેરેલી જોવા મળે છે. તેણે ગોલ્ડન ફ્લોરલ ગાઉન પહેર્યું છે. તેના લુકને પૂર્ણ કરવા માટે તેણે હેવી ગોલ્ડ એક્સેસરીઝ પહેરી છે. એટલું જ નહીં ઈશા અંબાણીની સ્ટાઈલ અને અદા આ લુકને વધુ સુંદર બનાવી રહી છે. તેનો આ દેખાવ ભારતીય કારીગરોની મહેનત દર્શાવે છે અને તેને ખૂબ જ ખાસ રીતે બનાવવામાં આવ્યો છે.
ઈશા અંબાણીના આ ગાઉનને અનિતા શ્રોફ અને રાહુલ મિશ્રાએ ડિઝાઈન કર્યા છે. અનિતા શ્રોફે પણ ઈશાના લુકની ઝલક બતાવી છે. આ ગાઉનની વિશેષતા જણાવતા અનિતાએ લખ્યું, 'અમારો સમયનો બગીચો. ઈશાએ ભારતીય ડિઝાઈનર રાહુલ મિશ્રા દ્વારા ડિઝાઈન કરેલો હેન્ડ એમ્બ્રોઈડરી સાડી ગાઉન પહેર્યું છે. આ વર્ષની મેટ ગાલા થીમ 'ધ ગાર્ડન ઓફ ટાઈમ' માટે, રાહુલ અને મેં ઈશા માટે આ કસ્ટમાઈઝ લુકમાં કુદરતના ભવ્ય અને લાઈફ સર્કલને દર્શાવવાનું આયોજન કર્યું હતું, જેને પૂર્ણ કરવામાં 10,000 કલાકથી વધુ સમય લાગ્યો હતો.'
આ વર્ષે 2024 મેટ ગાલા માટેનો ડ્રેસ કોડ 'ધ ગાર્ડન ઑફ ટાઈમ' છે. 2024 મેટ ગાલા કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટના નવા પ્રદર્શન 'સ્લીપિંગ બ્યુટીઝ: રિવૉકિંગ ફેશન'ની ઉજવણી કરશે. આ થીમને અનુસરીને, મોના પટેલ, સબ્યસાચી મુખર્જી અને આલિયા ભટ્ટ જેવી ભારતીય હસ્તીઓ ઈશા અંબાણી સાથે ભાગ લેવા આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅટલ ભવન ખાતે જિલ્લા અઘ્યક્ષ ડો. વિનોદ ભંડેરીની અઘ્યક્ષતામાં પ્રથમ જિલ્લા બેઠક
April 05, 2025 12:17 PMજામનગરમાં રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, પૂર્વ તૈયારીઓ શરૂ
April 05, 2025 12:12 PMજામનગરમાં પટેલ પાર્ક ચોકડી નજીક બેકાબુ બનેલી કાર ડિવાઈડર પર ચડી જતાં અફડાતફડી
April 05, 2025 12:09 PMહાલારમાં રામનવમીની ભકિતભાવપુર્ણ ઉજવણી: તડામાર તૈયારી
April 05, 2025 12:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech