એસએસ રાજામોલી પોતાની આગામી ફિલ્મ મહેશ બાબુ સાથે કરવાના છે. ફિલ્મ એસએસએમબી ૨૯ની અનાઉન્સમેન્ટ તેણે કરી દીધી છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, મહેશ બાબુનો રોલ આ ફિલ્મમાં ભગવાન હનુમાનથી પ્રેરિત હશે. ફિલ્મનું રાઈટીંગનું કામ પુરુ થઇ ગયું છે અને સ્ક્રિપ્ટ પણ તૈયાર થઇ ગઇ છે. આ ફિલ્મ હાલ પ્રી-પ્રોડકશનમાં છે. ફિલ્મની સ્ટોરી રાઈટર વિજયેન્દ્ર પ્રસાદે લખી છે.
રાજામોલીએ સોશયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, એમે અમારી આગામી ફિલ્મને શરૃ કરી દીધી છે. અમે તેનું રાઈટીંગપુરુ કરી દીધું છે અને હાલ આ ફિલ્મ પ્રી-પ્રોડકશનમાં છે. જોકે હજુ સુધી અમે કાસ્ટિંગ પુરી કરી નથી. પરંતુ હીરો મહેશ બાબુ જ છે. કહેવાય છે કે, એસએસએમબી ૨૯ એક બિગ બજેટ ફિલ્મ બનવાની છે. એટલું જ નહીં લોકોને આશા છે કે, આ ફિલ્મ ભારતની 'ઇન્ડિયાના જોન્સ' પુરવાર થશે. ફિલ્મ નિર્માતા આફ્રિકામાં એક એકશન-એડવેન્ચર સેટ માટે હોલીવૂડ અભિનેતાઓને પણ સામેલ કરવાના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વધુ એક શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેલાયો
April 05, 2025 11:49 AMશ્રીનાથજી દાદા દાણીધારધામ ખાતે મંગળવારે વિષ્ણુ યજ્ઞ
April 05, 2025 11:46 AMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ 24 એપ્રિલના રોજ યોજાશે
April 05, 2025 11:44 AMખંભાળિયા નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા યુવાનનું મૃત્યુ
April 05, 2025 11:41 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech