દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી પ્લાસ્ટિક પોલીથીન મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં આજે સવારે લગભગ 6.35 કલાકે ભીષણ આગ લાગી હતી. આગ લાગવાની થોડી જ વારમાં આગ નજીકની બે ફેક્ટરીઓને પણ આગની લપેટમાં આવી ગઈ હતી. આ અંગે પોલીસ અને ફાયર ફાયટરોને જાણ કરવામાં આવતા ફાયરની 25 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાના કારણો હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
દુર્ઘટના સમયે ફેક્ટરીમાં ઘણા કામદારો કરી રહ્યા કામ
મળતી માહિતી મુજબ, દુર્ઘટના સમયે સી બ્લોકમાં આવેલી આ ફેક્ટરીમાં ઘણા કામદારો કામ કરી રહ્યા હતા. સદનસીબે તમામ કામદારો સમયસર બહાર આવી ગયા હતા. હજી સુધી કોઈ જાનહાનીની સમાચાર સામે આવ્યા નથી. 25થી વધુ ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અગ્નિશામકોએ જણાવ્યું કે, ફેક્ટરીમાં પોલીથીન બનાવવા માટેની સામગ્રીનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech