સર્વે મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં 15-29 વર્ષની વય જૂથના લગભગ 96.8 ટકા લોકોએ છેલ્લા ત્રણ મહિના દરમિયાન વ્યક્તિગત કોલ કરવા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછો એક વખત મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો છે. શહેરી વિસ્તારોમાં મોબાઇલ ફોનનો ઉપયોગ 97.6 ટકા હોવાનો અંદાજ છે. સર્વેક્ષણ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં ૧૫-૨૯ વર્ષની વય જૂથના લગભગ ૯૫.૫ ટકા લોકો પાસે સ્માર્ટફોન છે. શહેરી વિસ્તારોમાં, તે જ વય જૂથના લગભગ ૯૭.૬ ટકા લોકો પાસે સ્માર્ટફોન છે.
સર્વેક્ષણમાં, ૧૫-૨૯ વર્ષની વય જૂથના ૯૯.૫ ટકા લોકોએ યુપીઆઈ દ્વારા ઓનલાઈન બેંકિંગ વ્યવહારો કરવાની ક્ષમતા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત દેશના લગભગ ૮૬.૩ ટકા ઘરોમાં ઇન્ટરનેટ સુવિધા છે.
સર્વેક્ણની તારીખથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન લગભગ ૯૭.૧ ટકા લોકોએ મોબાઇલ ફોન (સ્માર્ટફોન સહિત) નો ઉપયોગ કર્યાની જાણ કરી છે. જયારે ૮૫.૧ ટકા લોકોએ આ સમયગાળા દરમિયાન મોબાઇલ અથવા કમ્પ્યુટર જેવા ઉપકરણોનો ઉપયોગ કરીને ઈ-મેલ, મેસેજિંગ મોકલવાની જાણ કરી છે.
આ સર્વેક્ષણ આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ગામડાઓ સિવાય સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવ્યું છે. સર્વેક્ષણમાં કુલ ૩૪,૯૫૦ પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં ૧૯,૦૭૧ ગ્રામીણ અને ૧૫,૮૭૯ શહેરી પરિવારોનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછેતરપિંડીનો નવો કીમિયો: આ સ્કીમના નામે 2 કરોડની છેતરપિંડી, વાંચો શું છે સમગ્ર મામલો?
May 31, 2025 02:09 PMજામનગરમાં ડિમોલીશન અંગે કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખીનો વિરોધ કર્યો
May 31, 2025 12:12 PMઆજે ફરી જામનગરમાં મેગા ડિમોલીશન
May 31, 2025 12:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech