રાજકોટમાં મેઘાનું દે ધનાધન

  • June 29, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં આજે સવારે 11 વાગ્યાથી ધીમી ધારે મેઘસવારીનું આગમન થયું હતું અને હળવા ભારે ઝાપટાં વરસતા બપોરે 2-30 સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારબાદ ફરી ધોધમાર વરસાદ વરસતા આજે કુલ બે ઇંચ પાણી વરસ્યુ હતું. આ લખાય છે ત્યારે 3-30 કલાકે પણ વરસાદ ચાલુ હોય સાંજ સુધીમાં ભારે વરસાદ વરસે તેવી સ્થિતિ જણાઇ રહી છે. આગામી 24 થી 72 કલાકમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. ફકત બે ઇંચ વરસાદમાં શહેરના રાજમાર્ગો પર ચોમેર પાણી ભરાતા મહાપાલિકા તંત્ર પર ફિટકાર વરસ્યો છે.



શહેરમાં વરસતા મેઘરાજાએ જાણે મહાપાલિકા તંત્રની પોલ ખોલવાનો નિર્ધાર કર્યો હોય તેમ ફકત બે ઇંચ વરસાદમાં જ યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, અમીન માર્ગ, પંચવટી રોડ, કાલાવડ રોડ, ગોંડલ રોડ, સદર બજાર, જામનગર રોડ, નાનામવા રોડ, પોપટપરાનું નાલુ, નાણાવટી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હતું.
ખાસ કરીને 150 ફુટ રિંગ રોડ ઉપર તો બોટ ચલાવી શકાય તેટલી હદે પાણી ભરાયા હતા. શિતલ પાર્ક ચોક, રૈયા ચોકડી, નાણાવટી ચોક, રૈયા ટેલિફોન એકસચેન્જ ચોક, અમીન માર્ગ કોર્નર, બિગ બજાર ચોક સહિતના વિસ્તારમાં રસ્તા ઉપર બોટ ચલાવી શકાય તેટલી હદે પાણી ભરાયા હતાં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application