શહેરના ચુનારવાડ ચોક પાસે રાત્રીના રિક્ષા પાસે ઐંઘી રહેલા ચાલકની ઐંઘમાં ખલેલ પહોંચાડયા વગર કોઇ રિક્ષાની ચોરી કરી ગયો હતો.જે અંગે ગુનો નોંધાયા બાદ થોરાળા પોલીસે તપાસ કરી ગંજીવાડા નજીકથી ચોરાઉ રિક્ષા સાથે આ શખસને ઝડપી લીધો હતો.જેની પુછતાછમાં તેને કોઇ ભાડે રિક્ષા આપતું ન હોય તેણે તક જોઇ રિક્ષા ચોરી કરી લીધી હતી.એટલું જ નહીં આ રિક્ષાથી તેણે કેટલાક ભાડા કરી રોકડી પણ કરી લીધી હતી.
શહેરના ભાવનગર રોડ ચુનારાવાડ પાસેથી જુનાગઢના ચંદુભાઇ રામજીભાઇ શેખાની ા. ૧ લાખની કિંમતની જીજે૦૩બીયુ–૩૫૦૪ નંબરની રિક્ષા ચોરાઇ ગઇ હતી. તેઓ રિક્ષા રિપેર કરાવવા આવ્યા હતાં.રાત્રીના દુકાન બધં હોય જેથી તે ચુનારાવાડ ચોક પાસે પેટ્રોલ પપં પાસે રિક્ષા સાઇડમાં રાખી તેની બાજુમાં પાથરણું પાથરી ઐંઘી ગયો હતો.સવારે પાંચ વાગ્ય ઐંઘ ઉડતા માલુમ પડયું હતું કે તેની રિક્ષા ચોરી થઇ ગઇ છે.જેથી તેણે આ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.
ચોરીના આ બનાવને લઇ થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ.મહેશ્ર્વરી તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન ડી. સ્ટાફના હેડકોન્સ. ભરતસિંહ પરમાર અને કોન્સ. જયરાજસિંહ કોટીલાને મળેલી બાતમી પરથી પોલીસે ગંજીવાડા પીટીસીની દિવાલ નજીકથી કશ્યપ રમણીકભાઇ ઝંઝવાડીયા (ઉ.વ.૨૫–રહે. હોસ્પિટલ ચોક પૂલ નીચે ફટપાથ પર)ને આ ચોરાઉ રિક્ષા સાથે પકડી લઇ ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પોલીસની પ્રાથમિક પુછતાછમાં આરોપી કશ્યપ હાલ રાજકોટમાં ફટપાથ પર રહી રખડતું જીવન જીવતો હોઇ તેને ભાડેથી ફેરવવા માટે કોઇ રિક્ષા આપતું ન હોવાથી તેણે ચુનારાવાડ નજીક રિક્ષાચાલક રીક્ષા પાસે ઐંઘતો હોય મોકો જોઇ રીક્ષા હંકારી ગયો હતો.આ રિક્ષાથી તેણે અમુક ભાડા કરી રોકડી પણ કરી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech