ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક અલગ થઈ ગયા છે. હાર્દિક અને નતાશાએ આજે (18 જુલાઈ) તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી તેમના સંબંધોમાં તિરાડ હોવાની અટકળો ચાલી રહી હતી, જે હવે સાચી સાબિત થઈ છે. હાર્દિક-નતાશાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એકબીજાથી અલગ થવાની માહિતી આપી હતી. બંનેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. હાર્દિક અને નતાશાને અગસ્ત્ય નામનો પુત્ર છે.
હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "ચાર વર્ષ સાથે રહ્યા પછી, નતાશા અને મેં શાંતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. સાથે મળીને અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા અને અમારુ બેસ્ટ આપ્યું અને અમે માનીએ છીએ કે આ અમારા બંનેના હિતમાં છે." હાર્ડીકે આગળ લખ્યું, “અમને આશીર્વાદ તરીકે અગસ્ત્યનો મળ્યો છે, જે અમારા બંનેના જીવનનું કેન્દ્ર રહેશે અને અમે તેની ખુશી માટે અમે જે કંઈ કરી શકીએ તે આપીશું તેની ખાતરી કરવા માટે અમે કો પેરેન્ટ રહીશું.
સર્બિયન ડાન્સર અને અભિનેત્રી નતાશાએ 31 મે, 2020ના રોજ હાર્દિક સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ફેબ્રુઆરી 2023માં હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ ફરીથી લગ્ન કર્યા. આ વર્ષે મે મહિનામાં હાર્દિક અને નતાશાના અલગ થવાની અટકળો શરૂ થઈ હતી, જ્યારે અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી 'પંડ્યા' અટક હટાવી દીધી હતી. તે પછી લોકોએ જોયું કે બંને એકબીજા સાથે તસવીરો પોસ્ટ નથી કરી રહ્યા અને ન તો સાથે જોવા મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech