રાજ્યના સાઈબર સેલે ૧૫૭ કરોડની વસૂલાત કરી ; તેલંગાણા ૧૩૧ કરોડની રીકવરી સાથે બીજા સ્થાને ; સાયબર ક્રાઈમ હોટસ્પોટ્સ પર નજર રાખવા સાત સાયબર કોઓર્ડિનેશન ટીમની નિયુક્તિ
આંગળીના ટેરવે બનતા અપરાધ એવા ડીજીટલ ક્રાઇમ માટે દેશનું સાયબર સિક્યોરીટી તંત્ર પૂરી રીતે સજ્જ થયું છે. તેમાં પણ ગુજરાત સાઈબર સેલની મહેનત રંગ લાવી છે કેમ કે ગુજરાત સાયબર ક્રાઇમથી પડાવી લેવાયેલા નાણા રીકવર કરવામાં દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. ઓનલાઈન ઠગાઈ કરી છીનવી લેવાયેલા પૈસા માંથી રાજ્યના સાઈબર સેલે ૧૫૭ કરોડની વસૂલાત કરી છે. જયારે આ મામલે તેલંગાણા ૧૩૧ કરોડની રીકવરી સાથે બીજા સ્થાને છે.
જો કે, સાયબર નિષ્ણાતોએ જણાવ્યું હતું કે નુકસાન ખૂબ વધારે છે અને ઘણા સાયબર ગુનાનો ભોગ બનેલા લોકો યોગ્ય ફોરમમાં ફરિયાદો નોંધાવવા અંગે જાગૃતિનો અભાવ ધરાવે છે. લગભગ ૭૦,૦૦૦ ફરિયાદો સાથે તેલંગાણાના પીડિતોએ પણ સાયબર ક્રાઇમમાં બીજા નંબરનું સૌથી વધુ નુકસાન નોંધાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ લોકસભામાં એક જવાબમાં જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ હોટસ્પોટ્સ પર નજર રાખવા અને કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા માટે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર પાસે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, મેવાત, જામતારા, અમદાવાદ, ચંદીગઢ અને ગુવાહાટી માટે સાત સંયુક્ત સાયબર કોઓર્ડિનેશન ટીમ છે.
તેમેને વધુમાં જણાવ્યું હતું કે, “આઈ ફોર સી હેઠળ, નાણાકીય છેતરપિંડીઓની તાત્કાલિક જાણ કરવા અને છેતરપિંડી કરનારાઓ દ્વારા ફંડની ઉચાપત રોકવા માટે સિવિલ ફાયનાન્સ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. આ સિસ્ટમ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૪.૭ લાખથી વધુ ફરિયાદોમાં ૧૨૦૦ કરોડની બચત થઈ છે.” તેમણે એમ પણ કહ્યું કે ઓનલાઈન સાયબર ફરિયાદો દાખલ કરવામાં સહાય મેળવવા માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર (૧૯૩૦) કાર્યરત કરવામાં આવ્યો છે.
સાયબર સિક્યોરિટી એક્સપર્ટ પેંડ્યાલા કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા ઘણા લોકો પૈસા ગુમાવ્યાની જાણ કરતા નથી. કેમ કે જે અહેવાલ છે, તે આઇસબર્ગની માત્ર ટોચ છે. ટેલિકોમ અને પોલીસ વિભાગો અને આરબીઆઈ જેવા વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથે એક વ્યાપક માળખું સાયબર સુરક્ષા જાગૃતિ સાથે સક્રિય પગલા તરીકે હોવું જોઈએ. એમએચએ મુજબ, ૩.૨ લાખથી વધુ સીમ કાર્ડ્સ અને ૪૯,૦૦૦ આઈએમઇઆઈ ભારત સરકાર દ્વારા બ્લોક કરવામાં આવ્યા છે.
ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસના ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેટા સાયન્સના એસોસિયેટ ડિરેક્ટર શ્રુતિ મંત્રીએ જણાવ્યું હતું કે તેલંગાણામાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન, સાયબર ગુનેગારોએ, અધિકારીઓના રૂપમાં, ઘણા પીડિતો પાસેથી કેવાયસી ડોક્યુમેન્ટસ અને સંવેદનશીલ માહિતીની ચોરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech