દાહોદના સાંજેલી ગામમાં એક મહિલાને 15 લોકોએ બાઈકની પાછળ સાંકળ વડે બાંધીને અર્ધનગ્ન હાલતમાં દોડાવી તાલીબાની સજા આપી હતી. આ ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે. પીડિત મહિલા આજીજી કરતી હોવા છતાં તેની ઉપર કોઈ રહેમ ખાતું નહોતું. આ મહિલા પરિણીત હોવા છતાં તે પોતાના કોઈ પ્રેમીને મળતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસે કેટલાક આરોપીઓને ઝડપીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ મુદ્દે હવે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો અરજી લીધી છે. આ ઘટના મુદ્દે રાજ્યના ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ દાહોદ DSPને એક્શન ટેકન રિપોર્ટ આપવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. જેઓ ભવિષ્યમાં રાજ્યમાં આવી ઘટનાઓ અટકાવવા કેવા પગલાં ભરાશે તેનો જવાબ આપશે.
પુરુષે સ્ત્રીનો ઉપયોગ જ કર્યો છે
હાઇકોર્ટે આ બનાવ અંગે સુઓમોટો અરજી લેતા નોધ્યું હતું કે, અમેરિકાના એક એબોર્ઝનિસ્ટ મુજબ પુરુષે સ્ત્રીનો ઉપયોગ જ કર્યો છે. તેને હંમેશા ગુલામ બનાવીને રાખવાની વૃત્તિ સેવી છે. તેણે સ્ત્રીને કદી ઉપર આવવા દીધી નથી. સમાચાર માધ્યમોમાં દાહોદના સાંજેલીમાં નિઃસહાય મહિલાના અપમાનની નિંદનીય ઘટના બની છે. જેનો વીડિયો દુર્ભાગ્ય રીતે સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો.
હાઇકોર્ટે આ ઘટનાનું સ્વયં સંજ્ઞાન લેતા જાતે અરજી દાખલ કરી
આ ઘટનાએ રાજ્યની મહિલાઓના માનસને નકારાત્મક અસર પહોંચાડી છે. હાઇકોર્ટે આ ઘટનાનું સ્વયં સંજ્ઞાન લેતા જાતે અરજી દાખલ કરી છે. આ ઘટના મુદ્દે રાજ્યના ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ દાહોદ DSP એકશન ટેકન રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે. ભવિષ્યમાં રાજ્યમાં આવી ઘટનાઓ અટકાવવા કેવા પગલાં ભરાશે તેનો જવાબ આપશે.
પીડિત મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાઇરલ થયો હતો
આ ઘટનાની પીડિત મહિલા સહિત આવી ઘટનાઓમાં પીડિત મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય, મેડિકલ સારવાર અને સુરક્ષા માટે કેવા પગલાં લેવાય છે, તેનો રાજ્ય સરકાર જવાબ આપશે. તો દાહોદની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પીડિત મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો કેટલાક પરપીડન વૃત્તિ વાળા લોકોએ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કર્યો હતો. ત્યારે આવા વીડિયોને ફેલાતા રોકવા સરકાર શું પગલાં લઈ રહી છે, તેનો જવાબ આપે. આ અરજી ચીફ જજની બેંચને રિફર કરાઈ છે. ત્યારે 12 ફેબ્રુઆરીએ ચીફ જજની બેન્ચ સમક્ષ આ અરજી મામલે સરકાર જવાબ રજૂ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, ત્રણ બાળકોના મોત, બેની શોધખોળ ચાલુ
March 15, 2025 11:07 PMગુજરાતમાં ટ્રાન્સપોર્ટરો માટે નવો નિયમ: ટોલ પ્લાઝા પર દસ્તાવેજો અપડેટ ન હોય તો ઈ-ચલણ
March 15, 2025 11:06 PMRTE પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો: ગરીબ અને વંચિતોને મોટી રાહત
March 15, 2025 11:04 PMરાજ્યમાં પોલીસની કડક કાર્યવાહી: 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ
March 15, 2025 11:03 PMટોચના ગુજરાતી સહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની વયે નિધન
March 15, 2025 10:59 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech