ટેસ્ટના રીઝલ્ટસ 15 દિવસમાં બહાર આવે તેવી શક્યતા : સ્વિસ એનજીઓના દાવ બાદ નેસ્લેના ફૂડ પેક્ટસ પર પણ થશે ટેસ્ટિંગ
જો મસાલા ઉત્પાદકો પેક્ડ પ્રોડક્ટ્સમાં જંતુનાશક અવશેષો માટે મંજૂરી મળેલી મર્યાદાના ધોરણોનું ઉલ્લંઘન કરતા જણાશે તો સરકાર તેમના લાઇસન્સ રદ કરતા અચકાશે નહીં. એક ટોચના અધિકારીએ આ ખાતરી આપતા જણાવ્યું કે, 237 પરીક્ષણ પ્રયોગશાળાઓ ધરાવતી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશભરમાંથી 1,500 મસાલાના નમૂનાઓ એકત્રિત કર્યા છે અને હાલમાં તે રસાયણો, સૂક્ષ્મજીવાણુઓ, માયકોટોક્સિન, ડાઈ ઇથિલિન ઓક્સાઇડ (ઈટીઑ) માટે પરીક્ષણની પ્રક્રિયામાં છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષણોના અહેવાલો 15 દિવસમાં બહાર આવવાની અપેક્ષા છે. ખાદ્ય નિયમનકારે, 25 એપ્રિલે, બજારમાં મસાલા પર દેશવ્યાપી ગુણવત્તાની તપાસ શરૂ કરી હતી. હોંગકોંગમાં સેન્ટર ફોર ફૂડ સેફ્ટી અને સિંગાપોર ફૂડ એજન્સીએ બે ભારતીય બ્રાન્ડ્સ – એમડીએચ અને એવરેસ્ટ સ્પાઈસિસના પ્રી-પેકેજ મસાલા મિક્સ ઉત્પાદનોના નમૂનાઓમાં ઈટીઑની હાજરીને મમલે બેન કર્યા છે.
એક એફએસએસએઆઇ અધિકારીએ જણાવ્યું હતું કે, “ઇટીઓ જેવા જંતુનાશકોનો ઉપયોગ આ ઉત્પાદનોના સંગ્રહમાં મદદ કરવા માટે થાય છે. નિયમનકારે તમામ ભારતીય મસાલા ઉત્પાદકો પાસેથી નમૂનાઓ એકત્ર કર્યા છે. ધ અમેરિકન સ્પાઈસ ટ્રેડ એસોસિએશન (એએસટીએ) એ શુક્રવારના રોજ ભારતના સ્પાઈસ બોર્ડને લખેલા પત્રમાં સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી અવશેષો નિર્ધારિત મર્યાદાઓનું પાલન કરે ત્યાં સુધી યુએસ નિયમો આયાતી મસાલા અને મસાલા ઉત્પાદનો પર ઈટીઑ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે.
સ્પાઈસ બોર્ડ ઓફ ઈન્ડિયાને સંબોધિત પત્રમાં જણાવાયું છે કે, "આ નિર્ણાયક સારવાર પદ્ધતિને પ્રતિબંધિત કરવાથી ભારતીય મસાલાના યુએસ ફૂડ સેફ્ટી રેગ્યુલેશન્સ સાથેના પાલનને લગતા ગંભીર અનિચ્છનીય અસરોમાં પરિણમી શકે છે." રેગ્યુલેટર બેબી ફૂડ સેમ્પલ પર પણ ટેસ્ટ કરાવવાની પ્રક્રિયામાં છે. સરકારી અધિકારીએ ઉમેર્યું હતું કે, આગામી 15 દિવસમાં ટેસ્ટ રિપોર્ટ અપેક્ષિત છે.
કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલય અને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સએ સ્વિસ એનજીઓ પબ્લિક આઈના તપાસ અહેવાલની નોંધ લીધા પછી એફએસએસએઆઇને બેબી ફૂડમાં ખાંડની સામગ્રી તપાસવાનો નિર્દેશ આપ્યો હતો. એનજીઓએ આરોપ મૂક્યો હતો કે નેસ્લે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં વેચાતી તેની નિડો અને સેરેલેક રેન્જમાં સુક્રોઝ અથવા મધના રૂપમાં ખાંડ ઉમેરે છે.
જોકે, નેસ્લે ઈન્ડિયાએ આ દાવાઓને રદિયો આપ્યો હતો. નેસ્લે ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુરેશ નારાયણને જણાવ્યું હતું કે, "એફએસએસએઆઇ અનુસાર, ઉમેરવામાં આવેલી ખાંડની મહત્તમ અનુમતિપાત્ર મર્યાદા 100 ગ્રામ દીઠ 13.6 ગ્રામ છે, જ્યારે નેસ્લે ઈન્ડિયા 100 ગ્રામ દીઠ 7.1 ગ્રામ ખાંડ ઉમેરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech