પાકિસ્તાનમાં અવારનવાર મહિલાઓના શોષણના સમાચારો સામે આવે છે. હવે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતા પોતાની 12 વર્ષની દીકરીના લગ્ન 72 વર્ષના વૃદ્ધ સાથે કરાવવા જઈ રહ્યા હતા. રિપોર્ટ અનુસાર પિતાનું નામ આલમ સૈયદ જણાવવામાં આવ્યું છે. તે તેની માસૂમ દીકરીના લગ્ન 72 વર્ષના હબીબ ખાન સાથે પાંચ લાખમાં કરાવવા જઈ રહ્યો હતો. જ્યારે પોલીસને આ બાબતની જાણ થઈ, ત્યારે વૃદ્ધ વરરાજા અને નિકાહ ખાવનની ધરપકડ કરવામાં આવી. માસુમ બાળકીનો પિતા ઘટનાસ્થળેથી નાસી ગયો હતો.
પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ અનુસાર, બાળકીના પિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. પાકિસ્તાનના પંજાબના રાજનપુર થટ્ટા નામના ગામમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક પિતા પોતાની 11 વર્ષની દીકરીના લગ્ન 40 વર્ષના વ્યક્તિ સાથે કરાવી રહ્યા હતા. એક કિસ્સામાં, એક પિતા તેની સગીર પુત્રીના લગ્ન 50 વર્ષના મકાનમાલિક સાથે કરાવવા જઈ રહ્યો હતો.
6 મેના રોજ, પાકિસ્તાની પોલીસે 13 વર્ષની છોકરી સાથે લગ્ન કરનાર 70 વર્ષના વૃદ્ધની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, આ કેસમાં યુવતીને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે આરોપી પિતાની શોધ ચાલી રહી છે. પહેલા પાકિસ્તાનમાં છોકરીઓના લગ્ન માટે ન્યૂનતમ ઉંમર 16 વર્ષ હતી, જે હવે વધારીને 18 વર્ષ કરી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech