રાજકોટની જાણિતી ગોપાલ નમકિનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો, પૂઠાં, પ્લાસ્ટિક અને તેલથી આગ વધુ પ્રસરી

  • December 11, 2024 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમાં ગોપાલ નમકિન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આગના બનાવને કારણે ગોપાલ નમકિન ફેક્ટરીના સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ છે. તેમજ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. રાજકોટ, જામનગર, ગોંડલ, ઉપલેટા સહિતના શહેરોમાંથી ફાયર ફાઈટરો દોડી આવ્યા છે. ફાયરના સ્ટાફે આગને કાબૂમાં લઈ રહ્યો છે. ફેક્ટરીના તમામ યુનિટમાં આગ પ્રસરી છે. આજે બુધવારનો દિવસ હોવાથી મેટોડા જીઆઈડીસીમાં રજાનો દિવસ છે. આથી મોટી જાનહાનિ ટળી છે. તેમજ ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. ગોપાલ નમકિનના માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પેકેજિંગ યુનિટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. કોઈ જાનહાનિ થઈ નથી.



પૂઠાં, પ્લાસ્ટિક અને તેલના કારણે આગ વિકરાળ બની
ફેક્ટરીમાં વેફર, ફ્રાઇમ્સ, પાપડ જેવી વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થતાં હોવાથી મોટા પ્રમાણમાં પૂઠાંનાં બોક્સ, તેલ, અને પ્લાસ્ટિકનો જથ્થો પડેલો હોય છે. આ તમામ વસ્તુઓના કારણે જ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનું અનુમાન છે.

એક  કિમી દૂર ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા


View this post on Instagram

A post shared by Aajkaal (@aajkaaldaily)

આગ એટલી વિકરાળ છે કે, ધૂમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે અને એક કિમી દૂરથી ધૂમાડા જોવા મળી રહ્યા છે. ફાયરના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.  હાલ આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહીં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.


કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી
મેટોડા GIDCના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે લગભગ 2 વાગ્યા આસપાસ મેટોડા GIDCમાં આવેલ ગોપાલ નમકીન ફેકટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ શોટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું જણાઈ આવે છે. ફેકટરીમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરાવેલ છે પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મેજર કોલ આપવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કાલાવડથી ફાયર બ્રિગેડને આવતા સમય લાગી શકે છે સ્વાભાવિક છે પરંતુ રાજકોટ મનપા ફાયર બ્રિગેડને જાણ કરતા એક ગાડી પ્રથમ મોકલી હતી જેને અમે વધુ ફાયર ફાઈટર મોકલી મેજર કોલ હોવાનુ જણાવતા કુલ ચાર ફાયર ફાઈટર મોકલ્યા હતા. અત્યારે 8 જેટલા ફાયર ફાઈટર મદદથી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ કાબુમાં આવી જાય તેવું લાગી રહ્યું છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.




View this post on Instagram

A post shared by Aajkaal (@aajkaaldaily)

પાંચ માળનું પેકેજિંગ યુનિટ બળીને ખાખ
ગોપાલ નમકિન ફેક્ટરીના પાંચ માળના પેકેજિંગ યુનિટમાં ભીષણ આગ લાગી છે. જેમાં ગોપાલ નમકિનના પ્રોડક્સનું પેકેજિંગ થતું હતું. ફાયર વિભાગના કર્મચારીઓએ બારીના કાચ તોડી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે. બપોરે 2.20 વાગ્યે ફાયર વિભાગને આગનો કોલ મળ્યો હતો. 


રાજકોટની મેટોડા GIDCમાં આવેલી છે ફેક્ટરી
રાજકોટની મેટોડા GIDCમાં ગોપાલ નમકીની ફે્કટરી આવેલી છે. જેમાં ફ્રાઈમ્સ, પાપડ, વેફર જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના પગલે કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી હતી.



રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી
આગની જાણ થતા રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે, ફેક્ટરીમાં બોક્સ અને પ્લાસ્ટિક બેગ વધુ પ્રમાણમાં હોય આગ વિકરાળ બની હોવાનું લાગી રહ્યું છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.



કામદારો ફસાયા અંગેની હજી માહિતી નથી- મેનેજર
ગોપાલ નમકીનના મેનેજરે માહિતી આપતા કહ્યં હતું કે, અમારી કંપનીમાં 400-500 માણસો લોકો હાજર જ હોય છે. આગનો બનાવ બન્યો છે તેને કાબૂ લેવા માટે ફાયરબ્રિગેડની ટીમ કામ કરી રહી છે. હજી સુધી અંદર કોઈ ફસાયાની જાણકારી મળી નથી.



આગ કાબૂમાં લેવા માટે પાણીના ખાનગી ટેન્કર દોડાવાયા
ફેક્ટરીમાં લાગેલી આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરાયો છે. હાલ રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. પરંતુ, આગ વિકરાળ હોય આસપાસથી ખાનગી પાણીના ટેન્કર મંગાવીને પણ હાલ પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application