રેલ્વે અકસ્માતો અટકી રહ્યા નથી, આજે વિશાખાપટ્ટનમના સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ટ્રેનના ત્રણ ડબ્બા આગની લપેટમાં આવી ગયા હતા. આ અકસ્માત કોરબા એક્સપ્રેસ (18517)માં થયો હતો. ઘટના દરમિયાન ટ્રેન પ્લેટફોર્મ નંબર ચાર પર ઉભી હતી. આ અકસ્માતમાં ત્રણ એસી કોચ બળી ગયા હતા. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.
મળતી માહિતી મુજબ B7 બોગીના ટોયલેટમાં શોર્ટ સર્કિટના કારણે આગની આ ઘટના બની હતી. જેના કારણે B7 બોગી સંપૂર્ણપણે નાશ પામી હતી. આ પછી આગ B6 અને M1 AC બોગીઓમાં ફેલાઈ ગઈ અને તેને પણ લપેટમાં લઈ લીધી. આગ લાગતાની સાથે જ રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. રાહતની વાત એ છે કે તે સમયે ટ્રેનમાં એક પણ મુસાફર નહોતો. જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.
રેલવે બોગીમાં આગ લાગવાની ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. દેખાઈ રહ્યું છે કે એસી કોચમાંથી જ્વાળાઓ નીકળી રહી છે. આ સાથે ચારેબાજુ ધુમાડો ફેલાયો છે. રેલવે કર્મચારીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે. મોટી સંખ્યામાં લોકો પણ સ્થળ પર હાજર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફ ટેરરથી વોલ સ્ટ્રીટમાં 'તબાહી', જાપાનનો નિક્કી 8% ડાઉન, કોરિયન શેર 5% તૂટ્યું
April 07, 2025 09:57 AMજાપાન અને કોરિયન શેરબજાર બાદ ભારતીય શેર બજારમાં ભૂકંપ, ખુલતાની સાથે જ 3241 પોઈન્ટનો કડાકો
April 07, 2025 09:38 AMકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech