એલોન મસ્કની સ્ટાર્ટઅપ ન્યુરોટેકનોલોજી ન્યુરાલિંકને લઈને એક લેટેસ્ટ અપડેટ બહાર આવી છે. ન્યુરાલિંકે કંપનીના બ્રેન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ ઉપકરણને અન્ય દર્દીના મગજમાં ઈમ્પ્લાન્ટ કર્યું છે. આ ઇમ્પ્લાન્ટેશન સફળ રહ્યું હતું. મહત્વનું છે કે, મસ્કની કંપની પેરાલિસિસથી પીડિત દર્દીઓની મદદ માટે એક ખાસ મિશન પર કામ કરી રહી છે. કંપનીને લગતી આ નવીનતમ અપડેટ શુક્રવારે પ્રકાશિત પોડકાસ્ટમાં ખુદ એલન મસ્ક દ્વારા શેર કરવામાં આવી છે. આ પોડકાસ્ટ ન્યુરાલિંકની ટેકનોલોજીને લગતી નવીનતમ પ્રગતિ સાથે સંબંધિત હતું.
દર્દી વિચાર દ્વારા ડિજિટલ ઉપકરણને કરી શકે છે નિયંત્રિત
આ ઇમ્પ્લાન્ટને કંપની દ્વારા એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, તે કરોડરજ્જુની ઇજાના દર્દીઓને ડિજિટલ ઉપકરણોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કરોડરજ્જુની ઇજાઓ ધરાવતા દર્દીઓ આ ઇમ્પ્લાન્ટ દ્વારા માત્ર એક વિચાર સાથે ડિજિટલ ઉપકરણોને નિયંત્રિત કરી શકે છે.
આ વિશે માહિતી આપતાં મસ્ક કહે છે કે, આ નવા ઉપકરણથી પ્રથમ દર્દી નોલેન્ડ અર્બોગને વિવિધ કાર્યો કરવામાં મદદ મળી રહી છે. તે વિડિયો ગેમ્સ રમવી, ઇન્ટરનેટ બ્રાઉઝ કરવું, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવી અને લેપટોપ પર કર્સર ખસેડવા સહિતનું કામ કરી શકે છે. ડિપ્લેજિયા નામની બીમારીથી પીડિત હોવા છતાં નોલેન્ડ અર્બોગ આ બધું કામ કરી શકે છે. નોલેન્ડ અર્બોગ ગરદન નીચેથી લકવાગ્રસ્ત છે.
અન્ય દર્દી પણ તેના મગજથી વસ્તુઓને કરી શકશે નિયંત્રિત
મસ્કે હજુ સુધી બીજા દર્દી વિશે વધુ માહિતી આપી નથી. તેણે કહ્યું છે કે, નવા દર્દીને નોલેન્ડ અર્બોગ જેવી કરોડરજ્જુની ઈજા પણ છે. તેને લકવો પણ થયો છે. મસ્કે કહ્યું છે કે, બીજા દર્દીના મગજમાં ઈમ્પ્લાન્ટના 400 ઈલેક્ટ્રોડ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. ન્યુરાલિંકનું ઉપકરણ કુલ 1,024 ઇલેક્ટ્રોડથી સજ્જ છે, જે મગજમાં સિગ્નલોને કેપ્ચર કરવા અને ટ્રાન્સમિટ કરવા માટે રચાયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech