CM કેજરીવાલના પીએસ બિભવ અને સાંસદ એનડી ગુપ્તા સહિત AAP નેતાઓના ઘરે ઇડીના દરોડા

  • February 06, 2024 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીમાં ૧૨ સ્થળો પર ઇડીનું સર્ચ ઓપરેશન ; મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહી છે તપાસ ; જલ બોર્ડની ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ 


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના સ્થળો પર દરોડા પાડ્યા છે. ઇડી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘરે દરોડા પાડી રહી છે. સૂત્રોનું માનીએ તો ઈડીએ મની લોન્ડરિંગ સાથે જોડાયેલા કેટલાક કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
​​​​​​​

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અન્ય લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે દિલ્હીમાં લગભગ ૧૨ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અહેવાલ અનુસાર કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર અને દિલ્હી જલ બોર્ડના પૂર્વ સભ્ય શલભ કુમાર અને અન્ય કેટલાક નેતાઓના સ્થાનો પર ઇડીના દરોડા ચાલુ છે.


કેન્દ્રીય એજન્સી દિલ્હી જલ બોર્ડની ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિઓની તપાસ કરી રહી છે. સીબીઆઈ અને દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી)ની એફઆઈઆરના આધારે ઈડી કાર્યવાહી કરી રહી છે. સીબીઆઈની એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દિલ્હી જલ બોર્ડના અધિકારીઓએ સપ્લાય, ઈન્સ્ટોલેશન, ટેસ્ટિંગમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક મીટરનું કમિશનિંગ દરમિયાન ટેન્ડર આપતી વખતે કંપનીને ફાયદો કરાવ્યો છે. ત્યારે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કંપનીને ૩૮ કરોડ રૂપિયાના ગેરકાયદે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, તેમ છતાં કંપનીએ ટેકનીકલ યોગ્યતાના માપદંડોને પૂર્ણ કર્યા વગર નકલી દસ્તાવેજો સબમિટ કરીને ટેન્ડર મેળવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application