ક્રિપ્ટોકરન્સીથી કરો છો કમાણી તો થઈ જાવ સાવધાન, નહીં તો ભરવો પડશે 60% ટેક્સ

  • May 18, 2025 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે બિન-નિયંત્રિત વિદેશી ક્રિપ્ટો ટ્રેડિંગનો સમય પૂરો થઈ રહ્યો છે. જે લોકો અત્યાર સુધી એવું માનતા હતા કે તેઓ ટેક્સ નિયમોની પકડમાં નહીં આવે, તેમણે હવે પોતાની વ્યૂહરચના પર ફરીથી વિચાર કરવો જોઈએ. હકીકતમાં જો તમે તમારી કમાણીનો ખુલાસો નહીં કરો તો તમારે 60 ટકા સુધી ટેક્સ ભરવો પડી શકે છે.


જો તમે પણ ક્રિપ્ટોકરન્સીથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા કામના સાબિત થઈ શકે છે. હકીકતમાં ક્રિપ્ટો ટ્રેડિંગમાં થયેલી કમાણી પર સામાન્ય રીતે 30%નો ટેક્સ લાગુ થાય છે. પરંતુ જો તમે ક્રિપ્ટોથી થયેલી કમાણીની માહિતી છુપાવી છે અને તે પકડાઈ જાય છે, તો તેના પર 60% ટેક્સ અને તે ટેક્સ પર 50% સુધીનો દંડ લાગી શકે છે.


હકીકતમાં છેલ્લા ઘણા વર્ષોથી વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જ ભારતમાં ટેક્સ નિયમોની અવગણના કરીને સક્રિય રહ્યા છે. તેનો લાભ લઈને ઘણા ભારતીય ટ્રેડર્સ 1% TDS અને અન્ય ટેક્સ જવાબદારીઓથી બચતા રહ્યા છે. આ પ્લેટફોર્મ્સે નો ટેક્સ ટ્રેડિંગનું ખોટું વચન આપીને યુઝર્સને એવું માનવા માટે મજબૂર કર્યા કે તેઓ ટેક્સની જવાબદારીથી બચી શકે છે.


ટેક્સ બચાવવો હવે શક્ય નથી

જો તમે પણ અત્યાર સુધી એવું વિચારીને વિદેશી એક્સચેન્જો પર ટ્રેડિંગ કરી રહ્યા હતા કે ટેક્સ નહીં ભરવો પડે, તો હવે વાસ્તવિકતાનો સામનો કરવાનો સમય આવી ગયો છે. ભારત સરકાર આવા તમામ રસ્તાઓ બંધ કરી રહી છે, જેનાથી ટેક્સ બચાવવો હવે શક્ય નહીં રહે — અને એવું કરનારાઓને હવે કાયદાકીય અને આર્થિક બંને રીતે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.


ભારત સરકાર લાગુ કરી શકે છે નવું ફ્રેમવર્ક

ભારત સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટો એસેટ રિપોર્ટિંગ ફ્રેમવર્ક (CARF) લાગુ કરવા જઈ રહી છે, જેના દ્વારા વિદેશી એક્સચેન્જો પર કરવામાં આવેલા તમામ ક્રિપ્ટો લેવડ-દેવડ ટેક્સ અધિકારીઓની નજરમાં આવી જશે. એટલે કે હવે જો તમે ટેક્સની માહિતી નહીં આપો તો માત્ર બાકી ટેક્સ જ નહીં, પરંતુ ભારે દંડ પણ ભરવો પડશે.


હવે ભારતમાં ટેક્સ અનુપાલન જરૂરી

સરકારે આવકવેરા અધિનિયમમાં ફેરફારો કર્યા છે, જેના હેઠળ હવે નિયુક્ત રિપોર્ટિંગ સંસ્થાઓએ દરેક વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ (VDA) લેવડ-દેવડની માહિતી ટેક્સ વિભાગને આપવી પડશે. જો તમારી ક્રિપ્ટો આવકની માહિતી છુપાવવામાં આવી છે અને તે પકડાઈ જાય છે, તો તેના પર 60% ટેક્સ અને તે ટેક્સ પર 50% દંડ લાગી શકે છે. જાણી જોઈને વિદેશી એક્સચેન્જના માધ્યમથી ટેક્સથી બચનારા વ્યક્તિઓ પર ટેક્સ વિભાગ તપાસ શરૂ કરી શકે છે. જે એક્સચેન્જ ભારતીય ટેક્સ નિયમોનું પાલન નથી કરતા, તેમને ભારતમાં પ્રતિબંધિત કરી શકાય છે જ્યાં સુધી તેઓ નોંધણી ન કરાવે અને તમામ નિયમોનું પાલન ન કરે. વર્તમાન કાયદો અને પ્રસ્તાવિત આવકવેરા વિધેયક — બંનેમાં હવે એવા પ્રવધાનો ઉમેરવામાં આવી રહ્યા છે, જેનાથી પાછલા સમયગાળાના ટેક્સની પણ શક્યતા બની રહી છે. એટલે કે જો તમે પહેલાં વિદેશી એક્સચેન્જો પર TDS ચૂકવ્યા વિના ટ્રેડિંગ કર્યું છે, તો તે જૂના લેવડ-દેવડ પર પણ ટેક્સ અને દંડની કાર્યવાહી થઈ શકે છે — ભલે તમને તે સમયે નિયમોની જાણકારી ન રહી હોય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application