જામનગર એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી

  • October 17, 2024 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી 

જામનગર તા.17 ઓક્ટોબર, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટિસની મંજૂરી માટે જામનગર વિભાગ હેઠળની  વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, વિભાગીય સ્ટોર્સ- જામનગર અને જામનગર, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા અને ધ્રોલ ડેપો ખાતે એપ્રેન્ટિસ એક્ટ- 1961 અન્વયે એપ્રેન્ટિસ ભરતીસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. 

જે અનુસાર એપ્રેન્ટિસ ફીડર, ટર્નર, ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક અને કોપા ટ્રેડ (ધોરણ 12 પાસ) હેઠળના આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારો, ટેક્નિકલ વોકેશનલ ટ્રેડમાં સિવિલ કન્સ્ટ્રક્શન, એકા એન્ડ ઓડિટિંગ એન્ડ પરચેઝ એન્ડ સ્ટોર્સના વિષયો સાથે, એપ્રેન્ટિસ ડિપ્લોમા હોલ્ડર ઈન ઓટો એન્જીનિયરીંગ, મિકેનિકલ એન્જીનિયરીંગની ભરતી કરવામાં આવશે.

જે માટે ઉમેદવારોએ apprenticeshipindia.gov.in પોર્ટલ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પ્રક્રિયા દરમિયાન આધારકાર્ડ ફરજિયાત રીતે વેરિફાઇડ કરાવવાનું રહેશે. તેમજ એસ.બી.આઈ.ના બેંક એકાઉન્ટની વિગતો, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાઓ, ધોરણ 10, ધોરણ 12 પાસ કે આઈ.ટી.આઈ. પાસના પ્રમાણપત્રો, સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની બે નકલ સાથે જોડીને 100% સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે.  ઉમેદવારોએ ઓનલાઈન અરજીની પ્રિન્ટ નકલ સાચવી રાખવી. 

આગામી તારીખ 29/10/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. અને તારીખ 30/10/2024 સુધીમાં અરજીપત્રકની નકલ, પ્રમાણપત્રો અને અસલ માર્કશીટ સાથે કચેરીએ રૂબરૂમાં આવીને ચકાસણી કરાવવાની રહેશે. રૂબરૂમાં ચકાસણી કરાવી ભરાયેલા અરજીપત્રકો સ્વીકારવામાં આવશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે વહીવટી શાખા, વિભાગીય નિયામકશ્રીની કચેરી, જામનગર વિભાગ, કાલાવડ નાકા બહાર, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાશે. તેમ વિભાગીય નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application