આજથી ઉત્તરવહીઓના મૂલ્યાંકન ની કામગીરી શ કરી દેવામાં આવી છે. પેપર ચકાસણીમાં જોડાનાર શિક્ષકો ના મહેનતાણામાં એક પિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કામ શ કરી દેવામાં આવ્યું છે. મૂલ્યાંકનની કામગીરી માટે શિક્ષકોને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.
રાયના વિવિધ મૂલ્યાંકન કેન્દ્રો પર ૭૫ હજારથી વધુ શિક્ષકો પેપર ચકાસણીની પ્રક્રિયામાંજોડાયા છે. શિક્ષકોને ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે જે મહેનતાણું આપવામાં આવે છે તેમાં એક પિયાનો વધારો કરવામાં પણ આવ્યો છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ ૧૦ અને ૧૨નીઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી શ થઈ ગઈ છે જેમાં ધોરણ ૧૦માં ૨૦૪ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર ચેક થશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૮૪ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર ચકાસણી થશે તેમજ વિજ્ઞાન પ્રવાહના ૬૫ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર ચકાસણી કરવામાં આવશે.
ધોરણ ૧૦ અને ૧૨ના ભેગા મળી કુલ ૭૫ હજાર શિક્ષકો દ્રારા મૂલ્યાંકનની કામગીરી કરાશે. આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્રારા પેપર ચકાસણી કરતા શિક્ષકોના ભથ્થામાં એક પિયાનો વધારો કરવામાં આવ્યો છે. દર ત્રણ વર્ષે પેપર ચકાસણીના દરમાં વધારો કરવામાં આવે છે. ધોરણ ૧૦માં ગત વર્ષે એક શિક્ષકને પેપર ચકાસણી માટે એક પેપર દીઠ ૭.૫૦ પિયા આપવામાં આવતા હતા. જેની જગ્યાએ હવે ૮.૫૦ પિયા આ વર્ષે આપવામાં આવશે. ૧૨ સામાન્ય પ્રવાહમાં પેપર ચકાસણી માટે શિક્ષકને પેપર દીઠ ૮ રૂપિયા આપવામાં આવતા હતા તેની જગ્યાએ હવે ૯ પિયા આપવામાં આવશે. યારે ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પેપર ચકાસણી માટે ૧૦ પિયા યથાવત રાખવામાં આવ્યા છે.
સૂત્રોએ ઉમેયુ હતું કે, ગત વર્ષે શિક્ષણ વિભાગે પેપર ચકાસણી માટે શિક્ષકોને ૧૨.૯ કરોડ ચૂકવ્યા હતા. આ વખતે પેપર ચેકિંગ કરતા શિક્ષકોના મહેનતાણામાં વધારો થતાં તેમને ચૂકવવામાં આવતા આંકમાં પણ વધારો થશે. બોર્ડ દ્રારા આ વર્ષે ૭૫ હજાર શિક્ષકોને ૧૬.૧ કરોડ ચૂકવાશે. એટલે કે ગત વર્ષ કરતાં આ વર્ષે ૪ કરોડ વધુ ચૂકવવામાં આવશે. શિક્ષકોએ એક દિવસમાં ૩૦ જેટલા પેપર ચેક કરવાના રહેશે અને એક દિવસમાં આઠ કલાકના સમયમાં જ પેપર ચકાસવાના રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech