વડોદરાના હરણી લેકમાં પીકનીક માનવવા આવેલ પાણીગેટ વિસ્તારની સનરાઈસ શાળાના 25થી વધુ બાળકો તેમજ 3 શિક્ષકો સાથેની બોટ ઉંધી વળી ગઈ હતી જેને લઇ ભારે દોડધામ મચી ગઈ હતી, આ દરમિયાન ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયરબ્રિગેડની ટિમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારે હાલ મળતી જાણકારી મુજબ 12 થી વધુના મોત થયાની આશંકા છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. ત્યારે આ ઘટનાને લઈને સીએમ ભુપેન્દ્ર પટેલએ દુખ વ્યક્ત કર્યું છે.
તેમણે પોતાના સોશિયલ મીડયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કર્યું છે કે, “વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા રામમંદિરમાં ભગવાન રામલલ્લાને સૂર્યતિલક કરાયું, મહાઆરતીનાં કરો અલૌકિક દર્શન
April 06, 2025 04:57 PMઉનાળાની કાળઝાળ ગરમીને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ : 20 બેડનો વોર્ડ ઉભો કરાયો
April 06, 2025 04:54 PMકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સાઇક્લોફનનો ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો
April 06, 2025 04:53 PMજામકંડોરણાના હરિયાસણ ગામે 100 ચોરસ વાર પ્લોટમાં બાંધકામ બાબતે મારામારી
April 06, 2025 04:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech