પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન સ્ટારર 'સાલાર: પાર્ટ 1 સીઝફાયર' ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી હતી. આથી, આ ફિલ્મે જોરદાર કલેક્શન કર્યું છે. સિનેમાઘરોમાં તો ફિલ્મરસિયાઓએ આ ફિલ્મને નિહાળી ત્યારે હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મ રિલીઝની તારીખ પણ નક્કી થઇ ગઇ છે.
'સાલારે' બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કલેક્શન કર્યું છે. આ ફિલ્મને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરના દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. જેઓ થિયેટરમાં આ એક્શનથી ભરપૂર ફિલ્મ જોવાનું ચૂકી ગયા છે તેમના માટે સારા સમાચાર છે. જીહા, 'સાલાર'ની ઓટીટી રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. આ ફિલ્મ આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરી, 2024ના ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર તેની ઓટીટી સ્ટ્રીમિંગ શરૂ કરવા માટે તૈયાર છે.
નોંધનીય છે કે 'સાલાર' ઓટીટી પ્લેટફોર્મ પર હિન્દીને બાદ કરતા તેલુગુ, કન્નડ, તમિલ અને મલયાલમ સહિતની ભાષાઓમાં ઉપલબ્ધ હશે. આ સાથે જ અપેક્ષા રાખવામાં આવે છે કે ફિલ્મનું હિન્દી સંસ્કરણ તેની પ્રારંભિક રિલીઝના 56 દિવસ પૂર્ણ થયા પછી જ ઓટીટી પર સ્ટ્રીમ થશે.
'સાલાર' એ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. 90 કરોડથી વધુની ઓપનિંગ ધરાવતી આ ફિલ્મે વર્ષ 2023ની સૌથી મોટી ઓપનર બનવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. એટલું જ નહીં 'સાલાર' રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે અને ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો 'સાલાર' એ 719 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા: ભગવાન સૂર્યએ રામલલાના કપાળ પર તિલક લગાવ્યું,ભવ્ય રીતે શણગારવામાં આવી રામનગરીને
April 06, 2025 12:16 PMપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech