આજના સમયમાં મોબાઇલનો વપરાશ એ અનિવાર્યતા છે. ત્યારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એરટેલ, બીએસએનએલ, રીલાયન્સ જીઓ અને વોડાફોન-આઇડીયા સહિતના મોબાઇલ વપરાશકર્તાઓ માટે ખાસ અને કડક ચેતવણી જારી કરી છે. આ ચેતવણીમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડીયાએ સાયબર ગુન્હાને ધ્યાનમાં રાખી એ બાબત સપષ્ટ કરી છે કે જો આપના મોબાઇલ પર ટ્રાઇના નામે મેસેજ આવે છે, તો સાવધાન થઇ જવું જોઇએ. કારણ કે આ પ્રકારે મેસેજ સાયબર ગુનેગારનો હોઇ શકે છે.
ટ્રાઈના સચિવ વી રઘુનંદને મીડિયા સાથે વાત કરતા આ બાબતે જણાવ્યું હતું કે, આજકાલ મોબાઇલ યુઝર્સને ટ્રાઈના નામે ઘણા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. આ પ્રકારના મેસેજથી જનતાને છેતરવામાં આવી રહી છે. આથી ટ્રાઈ મોબાઈલ યુઝર્સને ચેતવણી આપી રહ્યું છે કે જો આવો કોઈ મેસેજ આવે તો સાવધાન રહેવું જોઈએ.
સાયબર ગુનેગારો ટ્રાઈના નામે મોબાઈલ યુઝર્સને જે મેસેજ મોકલી રહ્યા છે તેમાં તેઓ ટાવર ઈન્સ્ટોલ કરવા માટે એનઓસી આપવા અને મોબાઈલ નંબર બંધ ન થાય તે માટે કેવાયસી પૂર્ણ કરવા સહિતની વિગતો માંગી રહ્યા છે. જેમાં મોબાઈલ યુઝર્સને મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. મોબાઇલ યૂઝર્સ ભૂલથી પણ આ સમયે લિંક પર ક્લિક કરે એટલે તેના અકાઉન્ટની બેસેન્સ ખાલી થઇ જાય છે. ટ્રાયના નામે આવતા આવા ખોટા મેસેજ માટે સમજદારીપૂર્વક કામ લેવું જોઇએ અને સાવધાની પણ રાખવી જોઇએ.
ટ્રાઇના નામે આવતા ખોટા મેસેજ અંગે એ મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે, ટ્રાઇ દ્રારા મોબાઈલ નંબરનું વેરિફિકેશન, ડિસ્કનેક્ટ કરવા અથવા તો ગેરકાયદેસર ગતિવિધિઓના રિપોર્ટ કરવા સહિતના કોઇ પણ મેસેજ મોબાઇલ યૂઝર્સને મોકલવામાં આવતા નથી. આ સાથે જ ટ્રાઇએ એ બાબત પણ સ્પષ્ટ કરી કે આ પ્રકારનો કોલ અથવા મેસેજ આવે તો નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ થઇ શકે છે.
ભારતમાં આશરે 1.15 બિલિયન્સ મોબાઇલ ગ્રાહકો છે. એટલું જ નહીં દિન પ્રતિદિન મોબાઇલ ગ્રાહકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હાલના સમયમાં ગ્રાહકોને છેતરવાના મેસેજનું પ્રમાણ વધી રહ્યું છે. જે એક ચિંતાજનક બાબત છે. આથી, સાયબર ક્રાઇમના વધતા કિસ્સાને ધ્યાનમાં રાખી ટ્રાઇએ મોબાઇલ યૂઝર્સના લાભાર્થે મહત્વની સ્પષ્ટતા કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech