નિફ્ટી 23,000નો આંકડો વટાવે તેવી ધારણા : સેન્સેક્સની ટોપ 7કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 71,301.34 કરોડનો વધારો
ભારતીય શેરબજારમાં તેજીનો દોર યથાવત રહેવાનીધારણા છે. ટેકનિકલ ચાર્ટથી લઈને ફ્યુચર્સ અને ઓપ્શન્સ સુધીના ડેટા ભારતીય બજારમાંતેજીનો દોર ચાલુ રહેવાનો સંકેત આપે છે. ટેકનિકલ વિશ્લેષકો કહે છે કે એક- બેમહિનામાં સેન્સેક્સ 76,000 અને નિફ્ટી 23,000નેપાર કરી શકે છે. આ અઠવાડિયે, ભારતીય શેરબજારની મૂવમેન્ટ રિટેલ ફુગાવાના ડેટાઅને વૈશ્વિક સંકેતો દ્વારા નક્કી કરવામાં આવશે. જોકે, 2024-25માંપણ બેઝ મેટલ્સના ભાવ પર દબાણ ચાલુ રહેવાની ધારણા છે. સ્ટીલ અને કોપર જેવી ધાતુઓનાભાવમાં વધારો થવાની કોઈ શક્યતા નથી. આનાથી ઇનપુટ ખર્ચમાં ઘટાડો થવાની અને કાચા માલતરીકે ધાતુઓનો ઉપયોગ કરતી ભારતીય કંપનીઓના નફામાં વધારો થવાની ધારણા છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વર્ષ 2022ની શરૂઆતમાં બેઝ મેટલ્સની કિંમતોમાં નોંધપાત્રવધારો થયો હતો. સેન્સેક્સ કંપનીઓમાં ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, બજાજફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એશિયનપેઇન્ટ્સ, આઇટીસી અને નેસ્લે નફાકારક સાબિત થયા છે. બીજીતરફ, ઘટેલા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રારિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક, ICICI બેન્કઅને પાવર ગ્રીડનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, સેન્સેક્સનીટોચની 10 મૂલ્યવાન કંપનીઓમાંથી સાતના માર્કેટ કેપમાંકુલ રૂ. 71,301.34 કરોડનો વધારો થયો છે.
આ શેરોમાં થઇ રહી છે વધુ ખરીદી
જે શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે તેમાં ટાટા સ્ટીલ, ટાટાકન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, બજાજ ઓટો, એસબીઆઈ,ભારતી એરટેલ, સન ફાર્મા અને પાવર ગ્રીડનો સમાવેશ થાય છે. આસ્ટોક તેના 52 સપ્તાહના હાઈએસ્ટ લેવલને પાર કરી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech