આજે રાજકોટ ખાતે રમાઈ રહેલા ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેના ટેસ્ટ મેચ દરમિયાન હીટમેનના બેટે ફરી કામલ કરી છે. ટેસ્ટના પ્રથમ દિવસની ગેમ પૂરી થઈ ગઈ છે. પ્રથમ દિવસના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 326 રન છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ નોટઆઉટ પરત ફર્યા છે. આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ 10 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ કોઈ રન બનાવ્યા વગર માર્ક વુડના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો.
રજત પાટીદાર 5 રન બનાવીને ટન હાર્ટલીનો શિકાર બન્યો હતો. ભારતના ટોપ-3 બેટ્સમેનો 33 રનમાં પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ આ પછી ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ જવાબદારી સંભાળી હતી. રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે ચોથી વિકેટ માટે 204 રનની મોટી ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીથી ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાંથી બહાર આવી ગઈ. રોહિત શર્મા બાદ રવિન્દ્ર જાડેજાએ શાનદાર સદી ફટકારી હતી.
રોહિત શર્મા 196 બોલમાં 131 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય કેપ્ટનને માર્ક વુડે આઉટ કર્યો હતો. આ પછી સરફરાઝ ખાને ડેબ્યૂ ટેસ્ટમાં 66 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. સરફરાઝ ખાન શાનદાર ઇનિંગ રમીને રનઆઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. જોકે, પ્રથમ દિવસની રમતના અંતે રવિન્દ્ર જાડેજા 212 બોલમાં 110 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. અત્યાર સુધી આ ઓલરાઉન્ડરે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી છે. જ્યારે કુલદીપ યાદવ 10 બોલમાં 1 રન બનાવીને અણનમ છે.
ઈંગ્લેન્ડના બોલરોની વાત કરીએ તો માર્ક વુડ સૌથી સફળ બોલર હતો. માર્ક વૂડે 17 ઓવરમાં 69 રન આપીને 3 ભારતીય બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય ટોમ હાર્ટલીને 1 સફળતા મળી. જેમ્સ એન્ડરસન સિવાય જો રૂટ અને રેહાન અહેમદને કોઈ વિકેટ મળી ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech