કારને મોડિફાઇડ કરતાં પહેલા નિયમોનું રાખો ધ્યાન, નહિતર ભરવો પડશે ભારે દંડ

  • May 03, 2024 07:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો તમે કારમાં કોઈ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો, તો એ જાણવું જરૂરી છે કે તમે જે ફેરફાર કરો છો તે કાયદેસર છે કે નહીં. ભારતમાં, કારના ઘણા ભાગોમાં ફેરફાર કરવાનું વલણ છે, પરંતુ આ ફેરફારો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે મોટાભાગના લોકો પોતાની કારમાં વિવિધ પ્રકારના ફેરફાર કરતા હોય છે. જે કારનો દેખાવ પણ બદલી નાખે છે પણ કારમાં આ પ્રકારના મોડિફિકેશન ગેરકાયદેસર છે...

1) આફ્ટરમાર્કેટ એક્ઝોસ્ટ:
તમારી કારમાં આફ્ટરમાર્કેટ એક્ઝોસ્ટ ઇન્સ્ટોલ કરવાથી તમારી કારની સ્ટ્રેન્થ બદલાઈ શકે છે. આ એક્ઝોસ્ટ તમારી કારના અવાજ અને પર્ફોમન્સને પણ બદલી શકે છે. જો તે 80 ડેસિબલ કરતાં વધુ અવાજ કરે છે, તો તેનો ઉપયોગ કરવો કાયદેસર નથી. કોઈપણ ફેરફાર કરતાં પહેલા સ્થાનિક આરટીઓ કચેરીમાંથી તેના નિયમો વિશે માહિતી મેળવવી જરૂરી છે.

2) એન્જિન:
કોઈપણ કારનું એન્જિન બદલતા પહેલા તમારે આરટીઓ પાસેથી મંજૂરી લેવી પડશે. વધુમાં, એ નોંધવું પણ અગત્યનું છે કે એન્જિન નંબર, રજીસ્ટ્રેશન નંબર અને ચેસીસ નંબર બદલતા પહેલા તમામ જરૂરી પેપરવર્ક પૂર્ણ કરવામાં આવે છે, નહિતર તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.

3) પ્રેશર હોર્ન:
પ્રેશર હોર્નનો ઉપયોગ કરવો પણ કાયદેસર નથી, જો તેનો અવાજ 100 ડેસિબલથી વધુ હોય તો તેનો ઉપયોગ કાયદેસર નથી કેમ કે તે માનવીની સાંભળવાની ક્ષમતાને અસર કરી શકે છે.

4) ટીન્ટેડ સ્ક્રીન:
કારના અરીસાઓ પર ટિન્ટેડ ફિલ્મ લગાવતા પહેલા, તે કાયદેસર છે કે નહીં તે તપાસવું જરૂરી છે. સામાન્ય રીતે 70% સુધીની ટ્રાન્સપરન્સીને મંજૂરી છે. સંપૂર્ણ કાળી ફિલ્મો લગાવવા બદલ ટ્રાફિક પોલીસ તમારા પર ભારે દંડ લાદી શકે છે.

5) બુલ બાર્સ:
બુલ બારનો ઉપયોગ કાયદેસર નથી, કારણ કે તે અકસ્માતની સંભાવનાને વધારી શકે છે. બુલ બાર તમારી કારને ઓછું નુકસાન પહોંચાડશે, પરંતુ સામેની વ્યક્તિને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. તે ધાતુનું બનેલું છે, તેથી જો તે માણસો સાથે અથડાય તો તેને ઘણું નુકસાન થાય છે. બુલ બારનો ઉપયોગ મોટર વ્હીકલ એક્ટના નિયમોની વિરુદ્ધ છે. કોઈપણ પ્રકારના ફેરફારને અમલમાં મૂકતા પહેલા, વાહનોના સ્થાનિક નિયમોનું પાલન કરો, જેથી કોઈપણ કાનૂની મુશ્કેલીઓ ટાળી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application