પેરિસ ઓલિમ્પિક માટે રમતગમતના આ મહાકુંભમાં ભારતના 100થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. લોકો દેશના ખેલાડીઓને અલગ-અલગ રીતે મદદ કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા પણ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. BCCI ઓલિમ્પિક અભિયાન માટે 8.5 કરોડ રૂપિયા આપવા જઈ રહ્યું છે. આ જાણકારી BCCI સેક્રેટરી જય શાહે આપી છે.
BCCI સેક્રેટરી જય શાહે પોતાની પોસ્ટમાં લખ્યું, "મને એ જાહેરાત કરતા ગર્વ છે કે BCCI 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા અમારા શ્રેષ્ઠ ખેલાડીઓને સમર્થન આપશે. અભિયાન માટે IOA (ભારતીય ઓલિમ્પિક એસોસિએશન) સાથે ભાગીદારી કરવામાં અમને ગર્વ છે. અમારી શુભેચ્છાઓ. સમગ્ર ટીમને જય હિન્દ!
બીસીસીઆઈ આ પહેલા પણ આવું કરી ચૂક્યું છે. BCCIએ 2020 ઓલિમ્પિક ગેમ્સ માટે 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. ટોક્યો ગેમ્સ માટે, બીસીસીઆઈએ લિક્વિડ ફંડ તરીકે રૂ. 2.5 કરોડ અને અભિયાન માટે રૂ. 7.5 કરોડ જાહેર કર્યા હતા. આ વખતે બીસીસીઆઈએ પ્રચાર માટે IOAને 8.5 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.
ડિસેમ્બર 2023 ના રિપોર્ટ અનુસાર, BCCIની બ્રાન્ડ વેલ્યુ 2.25 બિલિયન ડોલર એટલે કે લગભગ 18700 કરોડ રૂપિયા હતી. BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. વિશ્વનું બીજું સૌથી મોટું ક્રિકેટ બોર્ડ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા છે, પરંતુ BCCIની બ્રાન્ડ વેલ્યુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની બ્રાન્ડ વેલ્યુ કરતા 28 ગણી વધારે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની બ્રાન્ડ વેલ્યુ US$79 મિલિયન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech