શંભુ બોર્ડર પર હજારો ખેડૂતોનો જમાવડો
ખેડૂતો અને સરકારની ચોથી બેઠક અનિર્ણાયક રહેતા આજે પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ ફરી દિલ્હી તરફ કૂચ શરુ કરી છે. આ ગ્દાર્મીયાન શંભુ બોર્ડર પર આંદોલન ઉગ્ર બન્યું છે, ખેડૂતો રોષે ભરતા આગળ વધી રહ્યા છે જયારે પોલીસ ફોર્સ તેમને રોકવા માટે સતત ડ્રોનથી ટીયર ગેસ સેલ છોડી રહી છે.
બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે ૫મા રાઉન્ડની બેઠકનો પ્રસ્તાવ રાખ્યો છે, તેમણે કહ્યું કે, “અમે ખેડૂતો સાથે વાત કરવા અને એમએસપી, પાક વૈવિધ્યકરણ, સ્ટબલનો મુદ્દો, એફઆઈઆર જેવા તમામ મુદ્દાઓ ચર્ચા માટે તૈયાર છે. હું ફરીથી ખેડૂત નેતાઓને ચર્ચા માટે આમંત્રિત કરું છું. આપણા માટે શાંતિ જાળવવી મહત્વપૂર્ણ છે.”
દિલ્હી તરફ કૂચ કરવા માટે શંભુ-ખનૌરી બોર્ડર પર હજારો ખેડૂતો ૨૦૦૦ થી વધુ ટ્રેક્ટર સાથે આગળ વધી રહ્યા છે. ઉપરાંત ખેડૂતો જેસીબી અને હાઇડ્રોલિક ક્રેનની પણ મદદ લઇ રહ્યા છે. તંત્ર દ્વારા સિંઘુ સરહદને કાંટાળા તારથી કોર્ડન કરી દેવામાં આવી છે. શંભુ બોર્ડર પર ટ્રેક્ટરોની ૬ કિલોમીટર લાંબી લાઈન લાગેલી છે. હરિયાણાના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMબગસરા પાસે હડાળા નજીક પીપળીયા ગામ પાસે અકસ્માત,પાંચની હાલત ગંભીર
November 17, 2024 01:59 PMરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech