એક્સાઈઝ પોલિસી મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતોનો અંત આવતો નથી. હાલના મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સોમવારે અરવિંદ કેજરીવાલ અને અન્યો વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીએ રૂઝ એવન્યુ ખાતેની વિશેષ સીબીઆઈ કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટ હાઈ-પ્રોફાઈલ દારૂના કેસ સાથે સંબંધિત કથિત અનિયમિતતાઓની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે.
સુપ્રીમ કોર્ટે વચગાળાના આપ્યા હતા જામીન
નોંધનીય છે કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ઈડીએ નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે, પરંતુ તેઓ હજુ પણ જેલમાં છે, કારણ કે સંબંધિત કેસમાં સીબીઆઈએ તેમની ધરપકડ કરી છે.
કેજરીવાલ 'ષડયંત્ર'નો શિકાર બન્યા : AAP
આ પહેલા શુક્રવારે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, કેજરીવાલ સાથે 'રાજકીય કેદી' જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પાર્ટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાર્ટી સુપ્રીમોનું સુગર લેવલ 3 જૂનથી 7 જુલાઈની વચ્ચે લગભગ 34 વખત 50થી નીચે ગયું હતું. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા AAPના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ 'ષડયંત્ર'નો શિકાર છે.
સુપ્રીમ કોર્ટ આજે સિસોદિયાના જામીન પર કરશે સુનાવણી
સોમવારે સુપ્રીમ કોર્ટ દારૂ નીતિ કૌભાંડમાં નોંધાયેલા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં નાયબ મુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર પણ સુનાવણી કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા રામમંદિરમાં ભગવાન રામલલ્લાને સૂર્યતિલક કરાયું, મહાઆરતીનાં કરો અલૌકિક દર્શન
April 06, 2025 04:57 PMઉનાળાની કાળઝાળ ગરમીને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ : 20 બેડનો વોર્ડ ઉભો કરાયો
April 06, 2025 04:54 PMકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સાઇક્લોફનનો ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો
April 06, 2025 04:53 PMજામકંડોરણાના હરિયાસણ ગામે 100 ચોરસ વાર પ્લોટમાં બાંધકામ બાબતે મારામારી
April 06, 2025 04:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech