દિલ્હીમાં પ્રદૂષણને કારણે સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. તેને જોતા દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં હવે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. વધતા પ્રદૂષણને કારણે મુખ્યમંત્રી આતિશીએ આદેશ આપ્યો હતો. આગામી આદેશ સુધી દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં માત્ર ઓનલાઈન ભણાવવામાં આવશે. રાષ્ટ્ર્રીય રાજધાની નવી દિલ્હીમાં ગુવારે સવારે સરેરાશ એકયુઆઈ ૪૩૦ નોંધાયો હતો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. યારે બુધવારે સરેરાશ એકયુઆઈ ૩૪૯ નોંધાયો હતો. પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચતા દિલ્હી–નેશનલ કેપિટલ રિજન માં ગ્રેપ ફેઝ–૩ હેઠળ નિયંત્રણો લાધા છે. રાષ્ટ્ર્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ગુવારે સતત બીજા દિવસે 'ગંભીર' કેટેગરીમાં રહી હતી, જેના કારણે સત્તાવાળાઓએ પ્રદૂષણ વિરોધી કડક પગલાં લાદવાનું સૂચન કયુ હતું જે શુક્રવારથી અમલમાં આવશે. આતિશીએ એકસ પર લખ્યું હતું કે વધતા પ્રદૂષણ સ્તરને કારણે દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં આગામી આદેશ સુધી આનલાઇન વર્ગેા ચાલશે. ગ્રેડુઅલ રિસ્પોન્સ એકશન પ્લાન (ગ્રેપ) ના ત્રીજા તબક્કા હેઠળ કેટલાક નિયંત્રણો લાધા છે, જેમાં બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે.
એકયુઆઈ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે
સેન્ટ્રલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડ ) અનુસાર, ગુરૂવારે સવારે ૭:૧૫ વાગ્યા સુધી રાજધાની દિલ્હીમાં સરેરાશ એકયુઆઈ ૪૩૦ પોઈન્ટ રહ્યો. જે ગંભીર શ્રેણીમાં આવે છે. યારે દિલ્હી એનસીઆર શહેર ફરીદાબાદમાં સ્કોર ૨૮૪ છે, ગુગ્રામ ૩૦૯ છે, ગાઝિયાબાદ ૩૭૫ છે, ગ્રેટર નોઇડા ૩૨૦ છે અને નોઇડા ૩૬૭ છે. ગુરૂવારે રાજધાની દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એકયુઆઈ સ્તર ૪૦૦થી ઉપર ગયું છે જેમાં અલીપુરમાં ૪૨૦, આનદં વિહારમાં ૪૭૩, અશોક વિહારમાં ૪૭૪, આયા નગરમાં ૪૨૨, બવાનામાં ૪૫૫, ચાંદની ચોકમાં ૪૦૭, ડો. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં ૪૧૭, દ્રારકા સેકટર ૮માં ૪૫૮, આઈજીઆઈ એરપોર્ટમાં ૪૩૪, જહાંગીરપુરીમાં ૪૭૧, જવાહરલાલ નેહ સ્ટેડિયમમાં ૪૦૮, મેજર ધ્યાનચદં સ્ટેડિયમમાં ૪૪૪ અને મંદિર માર્ગમાં ૪૪૦ એકયૂઆઇ નોંધાયું હતું. આ ઉપરાંત મુંડકામાં ૪૦૭, નજફગઢમાં ૪૫૭, નરેલામાં ૪૩૮, ઓખલા ફેઝ ૨માં ૪૪૦, પંજાબી બાગમાં ૪૫૯, પુસામાં ૪૦૪, શાદીપુરમાં ૪૨૭, સિરી ફોર્ટમાં ૪૩૮, સોનિયા વિહારમાં ૪૪૪, અને વજીરપુરમાં ૪૬૭ એકયૂઆઇ નોંધાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech