લોકો સાપ કરતાં તેના ઝેરથી વધુ ડરે છે. જોકે, મોટાભાગના સાપ ઝેરી નથી હોતા. કિંગ કોબ્રા, ક્રેટ, બ્લેક મામ્બા, રસેલ વાઇપર એવા ઝેરીલા સાપ છે, જેનાથી દરેક વ્યક્તિ ડરે છે. પરંતુ શું તમે જાણો છો કે એક જનજાતિ એવી છે જે ઝેરીલા સાપ સાથે જ રમે છે.
તેઓ એકદમ ઝેરી સાપને તેમના ખુલ્લા હાથથી જાણે કે તેઓ કોઈ રમકડું હોય તેમ ઉપાડે છે. અમે વાત કરી રહ્યા છીએ ભારતમાં જોવા મળતી ઈરુલા જાતિની. ઇરુલા જનજાતિના લોકો સાપને રમકડાંની જેમ જ ઉપાડી લે છે, તેઓ તેનું ઝેર પણ કાઢીને ભેગું કરે છે. આ જાતિ દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આ જનજાતિના લોકો સદીઓથી સાપનું ઝેર એકત્ર કરે છે. ઇરુલા જનજાતિના લોકો સાપનું ઝેર કાઢવા માટે તેની ગરદનને સખત દબાવી દે છે.
જ્યારે તેમનું મોં ખુલે છે ત્યારે તેમના દાંત એક બરણીમાં અટકાવે છે. ગરદન દબાવતા ગુસ્સે થયેલો સાપ ઝેર છોડે છે અને ઇરુલા જનજાતિના લોકો તેને એકઠું કરી લે છે. હવે સવાલ એ થાય છે કે આ એકઠા કરેલા સાપના ઝેરનું તેઓ શું કરે છે? વૈજ્ઞાનિકો ઈરુલા જાતિ દ્વારા ભેગું કરવામાં આવેલા સાપના ઝેરથી એન્ટી-વેનમ ઈન્જેક્શન બનાવે છે જે સાપ કરડવાના કિસ્સામાં આપવામાં આવે છે. ઇરુલા જાતિ દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોમાં જોવા મળે છે. આ સમુદાયની વસ્તી લગભગ 3 લાખ છે. સમુદાયના 90 ટકાથી વધુ લોકો સાપને શોધવા અને પકડવામાં નિપુણતા ધરાવે છે. સમાજના લોકો ઘણી પેઢીઓથી એક જ કામ કરતા આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech