રાજસ્થાનના પાંચ જિલ્લામાંથી ‘પોટાશ’ એટલે કે ‘પોટેશિયમ’ની ખાણ મળી આવતા રાજ્યની કિસ્મત ચમકી ગઈ છે. આમ તો પોટાશનો માટાભાગે ઉપયોગ ખાતરોમાં થાય છે અને ભારત તેની આયાત કરે છે. જોકે હવે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાં પોટાશનું ખાણકામ કરવા માટે મે મહિનામાં હરાજી કરવાની તૈયારી કરી લીધી છે. આ ભારતની પ્રથમ પોટાશ ખાણ હશે.
આ પાંચ જિલ્લામાંથી મળ્યો પોટાશનો ખજાનો
રાજસ્થાનના શ્રીગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, ચૂરુ અને નાગૌરમાં પોટાશની ખાણો મળી આવી છે. ભારતમાં અત્યારસુધી ક્યાંય પણ પોટાશની ખાણ મળી નહોતી, જે કારણે આપણે કેનેડા, રશિયા અને તુર્કમેનિસ્તાનથી પોટાશ આયાત કરાવતા હતા. રિપોર્ટ અનુસાર, મળી આવેલી પાંચ ખાણમાં આશરે 2,476.58 મિલિયન ટન પોટાશ છે. નોંધનીય છે કે, પોટાશ મુખ્યત્વે છોડના સ્વસ્થ વિકાસ અને પાકની ગુણવત્તાને પ્રોત્સાહન આપવા માટે ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે, પરંતુ તેનો ઉપયોગ કાચના ઉત્પાદન, સાબુ અને ડિટર્જન્ટ ઉત્પાદન અને પાણી શુદ્ધિકરણમાં પણ થાય છે.
નિર્ભરતા ઘટશે
ભારત દર વર્ષે લગભગ પાંચ મિલિયન ટન પોટાશની આયાત કરે છે અને તે માટે લગભગ 10,000 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચવામાં આવે છે. ભારત સરકાર મુખ્યત્વે કેનેડા, રશિયા, તુર્કમેનિસ્તાન સહિતના અન્ય દેશોમાંથી આયાત કરે છે. 90 ટકાથી વધુ પોટાશ ખાતર તરીકે વપરાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુન્ની મુસ્લિમ સમાજ દ્વારકા દ્વારા સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ
May 19, 2025 11:45 AMવીર શહીદોના સન્માનમાં દ્વારકા-ખંભાળીયામાં યોજાતી તિરંગા યાત્રા
May 19, 2025 11:43 AMરાજકોટ ડિવિઝનના ૬ રેલવે સ્ટેશનોનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
May 19, 2025 11:36 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech