રાજકોટ બાદ સુરતમાં પણ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગતા જ ફ્લેટમાં રહેતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. શહેરના વેસુ વિસ્તારમાં હેપ્પી એક્સલેન્સિયા નામની રેસિડેન્સીમાં 7માં માળે લાગેલી આગ 3 માળ સુધી ફેલાઈ છે. 5 ફાયર સ્ટેશનની 10 ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આગ પર કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા છે. ફાયરનો એક જવાનનો હાથ દાઝતા તેને હોસ્પિટલ ખસેડાયો છે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. હાજર અધિકારીઓ પાસેથી માહિતી મેળવી તેમની નજર હેઠળ હાલ આગને કાબુમાં લેવાની કામગીરી ચાલી રહી છે. બિલ્ડિંગમાં રહેતાં લોકોને તાત્કાલિક સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં.
હાલ કોઈ જાનહાનિ ન થયાની વિગતો મળી રહી છે
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વેસુ વિસ્તારમાં આવેલ હેપ્પી એક્સલેન્સિયામાં બ્લોક યુ-1માં સાતમાં માળે ભીષણ આગ લાગી છે. આગ પ્રસરતા બેથી ત્રણ માળ આગની ચપેટમાં આવતા ઘરો બળીને ખાખ થઈ ગયા છે. આગ ક્યાં કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. જો કે, હાલ કોઈ જાનહાનિ ન થયાની વિગતો મળી રહી છે.
ફાયર વિભાગની સાથે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી એક્સલેન્સિયા નામની રેસિડેન્સીમાં આગ લાગવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો. રેસિડેન્સીમાં આગ લાગી હોવાને પગલે ગંભીરતાથી પાંચ ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ મોકલવામાં આવી છે. હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની સાથે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ પોલીસની ટીમ પણ દોડી આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech